ઓસ્કાર એવોર્ડની ટીકા કરતા ટ્રમ્પ: દક્ષિણ કોરિયાની 'પેરેસાઈટ'ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળતાં અમેરિકી પ્રમુખ વિફર્યા

21 February 2020 01:18 PM
Entertainment India World
  • ઓસ્કાર એવોર્ડની ટીકા કરતા ટ્રમ્પ: દક્ષિણ કોરિયાની 'પેરેસાઈટ'ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળતાં અમેરિકી પ્રમુખ વિફર્યા

હોલીવુડની ફિલ્મોને કેમ એવોર્ડ ન મળે?: કોરિયા સાથે આપણા સંબંધ સારા ન હોય ત્યારે તેને એવોર્ડ દેવાની જરૂર શું છે?

કોલોરાડો સ્પ્રિંગ્સ: તા.21
વિદેશી ફિલ્મને આવું માન શા માટે એવું પુછીને પ્રમુખ ટ્રમ્પે દક્ષિણ કોરિયાની ફિલ્મ 'પેરેસાઈટ'ને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો એ સામે ધૃણા વ્યક્ત કરી હતી.

કોલોરાડો રાજયના કોલોરાડો સ્પ્રિંગ્સમાં ખીચોખીચ ચૂંટણી રેલીને સંબોધતા ટ્રમ્પે મેદનીને પૂછયું હતું કે, આ વર્ષે એકેડેમી એવોર્ડ કેટલા ખરાબ હતા? દક્ષિણ કોરિયા સાથે આપણે વેપાર બાબતે અનેક સમસ્યાઓ છે. આટલું ઓછું હોય તેમ. કે (જયુટી) તેમને વર્ષની બેસ્ટ ફિલ્મનો એવોર્ડ આપે છે.

વર્ગવિગ્રહ મામલે ઉંડી ઉતરતી ડાર્ક કોમેડી 'પેરેસાઈટ' એ હોલીવુડનું સૌથી મોટુ પ્રાઈઝ જીતી આવું બહુમાન મેળવનારી પ્રથમ બિનઅંગ્રેજી ફિલ્મ છે. પોતે ફિલ્મ ન જોઈ હોવાનું સૂચવતા ટ્રમ્પે લોકોને પૂછયું હતું. એ મારી હતી? મને ખબર નથી.

દરમિયાન, 'પેરેસાઈટ'ના યુએસ ડીસ્ટ્રીબ્યુટર નીયોને ટિવટ દ્વારા પ્રમુખને જવાબ આપતા જણાવ્યું હતું કે, સબટાઈટલ્ડ ફિલ્મ સામેનો વિરોધ સમજી શકાય તેમ છે, એ વાંચી શકતા નથી. ટ્રમ્પ, જેમનું પ્રમુખપદ રાષ્ટ્રવાદી નઅમેરિકા ફર્સ્ટથ સ્લોગન પર ઉભુ છે, એમણે જણાવ્યુંહતું કે બોલીવુડના સુવર્ણકાળની કલાસિક ફિલ્મોને પાછી લાવવાનો સમય પાકી ગયો છે કે ચાલો આપણે નગ્લેમ વિધ ધ વિન્ડથ પાછી લાવી છે. નસન્સેટ બોલેવર્ડથ? બેસ્ટ સપોર્ટિંગ વિનરનું પારિતોષિક જીતનારા બ્રેડ વિટની પણ તેમણે નલિટલ વાઈસગાયથ કરીને મજાક કરી હતી. ઉલ્લેખનીય છે કે પિટ્ટે એવોર્ડ સ્વીકારતી વખતે ટ્રમ્પ સામેના મહાભિયોગને ટેકો આપ્યો હતો.


Loading...
Advertisement