ભાવનગરમાં રહેણાંક મકાનમાંથી દારૂ-બિયરના જથ્થા સાથે ત્રણ ઝબ્બ

21 February 2020 12:01 PM
Bhavnagar
  • ભાવનગરમાં રહેણાંક મકાનમાંથી દારૂ-બિયરના જથ્થા સાથે ત્રણ ઝબ્બ

216 બોટલ દારૂ : 144 બિયરના ટીન કયાંથી લાવ્યા : તે મુદ્દે આકરી પૂછપરછ શરૂ

(વિપુલ હિરાણી) ભાવનગર તા.21
ભાવનગર એલસીબી પોલીસે વિદેશી દારૂની 216 બોટલ અને બીયરના ટીન 144 સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા છે
મળતી વિગતો મુજબ શહેરના સુભાષનગર રોડ પંચવટી ચોક હનુમાનજીના મંદીર વાળા ખાંચામા પ્લોટ નં-2389 મા રહેતા ભુપતભાઇ દયાળભાઇ ચૌહાણ ના રહેણાંકી મકાને ભુપતભાઇ ચૌહાણના જમાઇ મનોજભાઇ દિલીપભાઇ ચૌહાણ રહે.ઘોઘા રોડ ગૌશાળા પાસે લક્ષ્મીનગર વાળો તથા હમીરભાઇ ભાકાભાઇ ચૈાહાણ રહે. રૂવા ગામ ત્થા પ્રવિણભાઇ કનુભાઇ અલગોતર રહે.સુભાષનગર ભાવનગર વાળાઓ ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂની હેરાફેરી કરવાના છે અને જો તાત્કાલીક રેઇડ ન કરવામા આવે તો ઇંગ્લીશ દારૂનો જથ્થો સગેવગે કરી નાંખે તેવી પુરીપુરી શકયતા છે તેવી હકિકત મળતા જે હકિકત આઘારે તુરતજ બાતમી વાળી જગ્યા રેઇડ કરતા રેઇડ દરમ્યાન ( 1) મનોજભાઇ દિલીપભાઇ ચૌહાણ જાતે કોળી ઉવ.31 રહે. હાલ પંચવટી ચોક સુભાષનગર રોડ પંચવટી ચોક હનુમાનજીના મંદીર વાળા ખાંચામા પ્લોટ નં-2389 ભાવનગર મળુ-ઘોઘા રોડ ગૈશાળા પાસે લક્ષ્મીનગર મફતનગર ભાવનગર તથા (2) પ્રવિણભાઇ કનુભાઇ આલગોતર જાતે ભરવાડ ઉવ.19 રહે.સુભાષનગર વર્ષા સોસાયટી સામે ભરવાડ વાડો મફતનગર ભાવનગર તથા (3) હમીરભાઇ ભાકાભાઇ ચૈાહાણ જાતે કોળી ઉવ.60 રહે. રૂવા ગામ રામાયણ ચોક તા.જી.ભાવનગરવાળાઓ હાજર મળી આવી રહેણાંકી મકાનના ફળીયામા પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની પાર્ટી સ્પેશીયલ ની બોટલ નંગ-216 કિ.રૂ.64,800/- તથા બીયર ટીન નંગ-144 કિ.રૂ.14,400/- તથા મોબાઇલ નંગ-3 કિ.રૂ.6000/- મળી કુલ કિ.રૂ 85,200/- ના મુદામાલ સાથે મળી આવતા મજકુર આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેરની કાર્યવાહી કરી પ્રોહી એકટ મુજબનો ધોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોઘાવેલ છે.


Loading...
Advertisement