ખારચીયાની ગોળાઈ પાસે કાર પલટી જતા જસદણનાં યુવાનનું મોત : મિત્રને ગંભીર ઇજા

21 February 2020 12:00 PM
Jasdan Rajkot Saurashtra
  • ખારચીયાની ગોળાઈ પાસે કાર પલટી જતા જસદણનાં યુવાનનું મોત : મિત્રને ગંભીર ઇજા

બન્ને મિત્રો રાત્રિનાં સમયે કાર લઇ રાજકોટ આવતા’તા : યુવકનાં મોતથી પરિવારમાં અરેરાટી

રાજકોટ,તા. 21
આજી ડેમનાં ખારચીયા ગામ પાસે આવેલી ગોળાઈએ કાર પલ્ટી ખાતા જસદણનાં યુવાનનું મોત નિપજ્યું હતું જ્યારે તેના મિત્રને ગંભીર ઇજા થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. યુવાનનું મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, ખારચીયા ગામની ગોળાઈ પાસે આાઈ-20 કાર પલટી ખાઈ જતાં ચાલક જસદણનાં સમાત રોડ પર ગંગાભુવન પાસે રહેતા અશોકભાઈ અનકભાઇ ધાધલ (ઉ.35) નામનાં કાઠી યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું જ્યારે તેની સાથે રહેલા મિત્ર રાજ રાજગોરને મુંઢ ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયો છે.

બનાવમાં જામનગર રોડ પર પરાસર પાર્કમાં રહેતા ભરતભાઈ જેસુરભાઈ માંજરીયા (કાઠી) (ઉ.33)ની ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે ફાયનાન્સની ઓફીસ ધરાવે છે અને તેમનાં માસી જનકબા અનકભાઈ ધાધલના દીકરા અશોકભાઈ (ઉ.35) જસદણથી મિત્રિ રાજ રાજગોરિ સાથે આઈ-20 કાર લઇ રાજકોટ આવતા હતા ત્યારે રાત્રિનાં સમયેિ માસીના પુત્ર રાજુભાઈ નાથાભાઈિ ગીડાનો કોલ આવેલ કે ખારચીયાના બસ સ્ટેન્ડ પાસે અશોકભાઈ ધાંધલની કાર પલ્ટી ખાઈ ગઇ છે. જેથી ઘટનાસ્થળે જઇ તપાસ કરતાં અશોકભાઈનો મૃતદેહ ખેતરમાં ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યો હતો. જ્યારે તેમના મિત્ર રાજુભાઈ રાજગોરને શરીરે ઇજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો.

આ બનાવ અંગે આજી ડેમ પોલીસ મથકનાં પીએસઆઈ આસુન્દ્રા અને રાઈટર કૌસેન્દ્રસિંહ સહિતનાં સ્ટાફે વધુ તપાસ આદરી હતી.


Loading...
Advertisement