છીછીછી... તમારું ટીવી રિમોટ ટોઈલેટ કરતાં 20 ગણું ડર્ટી છે

20 February 2020 03:36 PM
Health India Off-beat
  • છીછીછી... તમારું ટીવી રિમોટ ટોઈલેટ કરતાં 20 ગણું ડર્ટી છે

અભ્યાસમાં રિમોટ પર બેકટેરીયા, યીસ્ટના થર જોવા મળ્યા

લંડન તા.20
આ એક એવું સાધન છે. જેનો ઉપયોગ કરવામાં આપણે જરા પણ વિચાર કરતા નથી. પરંતુ નવો અભ્યાસ કદાચ તમને ટીવી રિમોટ હાથમાં લેતા આઘા રાખશે. અભ્યાસમાં દાવો કરાયો છે કે તમારું ટીવી રિમોટ તમારા ટોઈલેટ કરતાં વીસગણું ડર્ટી-ગંદુ હોય શકે છે.

એની સરખામણીએ ટોઈલેટ સીટ પર માત્ર 12.4 કોલોની ફોર્મિંગ યુનિટસ જેવા મળ્યા હતા અને માત્ર એક હળવું મોલ્ડ જોવા મળ્યું હતું.

ડેલ ગિલીસ્વી નામના તજજ્ઞે જણાવ્યું હતું કે અમારા રિસર્ચના પરિણામે આઘાતજનક છે. ટીવી રિમોટમાં બેકટેરીયા, યિસ્ટ અને મોલ્ડની વધુ માત્રા જોવા મળી હતી. સ્વચ્છતાની વાત આવે ત્યારે ટીવી રિમોટની ભારોભાર અવગણના કરવામાં આવે છે. રિમોટ એવી વસ્તુ છે જે બાળકો સહિત મોટાભાગના લોકો દરરોજ હાથમાં લે છે એ આટલા ગંદા છે તે જોવું આઘાતજનક છે. દરેકે હવેથી એને કિલન રાખવા પ્રયાસ કરવા જોઈએ. સ્માર્ટબોંબ પણ ટોઈલેટ કરતાં આઠગણી ગંદી હોય શકે છે. એવા તાજેતરના અભ્યાસ પછી આ નવી વાત બહાર આવી છે.


Loading...
Advertisement