‘તાન્હાજી’ બાદ હવે મોટા પડદા પર જોવા મળશે શિવાજી મહારાજ

20 February 2020 03:34 PM
Entertainment
  • ‘તાન્હાજી’ બાદ હવે મોટા પડદા પર જોવા મળશે શિવાજી મહારાજ

મુંબઈ,તા. 20
અજય દેવગણની ફિલ્મ તાન્હાજીનો જાદુ હજુ પણ થિયેટર્સમાં ચાલી રહ્યો છે. 40માં દિવસે પણ બોક્સ ઓફીસ પર ધમાલ મચાવી રહી છે. આ વચ્ચે હવે છત્રપતિ શિવાજી પર ફિલ્મ બનવા જઇ રહી છે. આ સમાચાર એક્ટર રિતેશ દેશમુખે ટવીટ કર્યાં છે.

રિતેશ દેશમુખે પોતાની આગામી ફિલ્મ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મહત્વની વાત એ છે કે આ ફિલ્મની જાહેરાત શિવાજી જયંતી પર કરવામાં આવી છે. રિપોર્ટસ મુજબ શિવાજીના રોલમાં તે ખુદ જોવા મળશે.

રિતેશે ટવીટ કરીને લખ્યું છે કે અભિમાન સાદર કરત આહોત...તુમ્હા સર્વાંચા આશિર્વાદ અસૂ ઘા....જય શિવરાય !

2021માં રિલીઝ થશે ફિલ્મ
આ ફિલ્મનું ડિરેકશન કરશે નાગરાજ મંજુલે અને ફિલ્મ 2021માં રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે રિતેશ આ પહેલા છત્રપતિ શિવાજીના નામનો લોગો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ચૂક્યો છે હવે ફેન્સ રિતેશના લૂકની રાહ જોઇ રહ્યા છે.


Loading...
Advertisement