લીલીયામાં સ્મશાનમાં ડાઘુઓ પર ઝેરી મધમાખીનો હૂમલો : 50 વ્યકિતને સારવારમાં ખસેડાયા

20 February 2020 12:30 PM
Amreli Gujarat
  • લીલીયામાં સ્મશાનમાં ડાઘુઓ પર ઝેરી મધમાખીનો  હૂમલો : 50 વ્યકિતને સારવારમાં ખસેડાયા
  • લીલીયામાં સ્મશાનમાં ડાઘુઓ પર ઝેરી મધમાખીનો  હૂમલો : 50 વ્યકિતને સારવારમાં ખસેડાયા
  • લીલીયામાં સ્મશાનમાં ડાઘુઓ પર ઝેરી મધમાખીનો  હૂમલો : 50 વ્યકિતને સારવારમાં ખસેડાયા

સમી સાંજે મહિલાના મૃતદેહની અર્થી સ્મશાને પહોંચતા ડાઘુઓ પર મધમાખીઓનું ઝુંડ ત્રાટકતા નાસભાગ

(મિલાપ રૂપારેલ) અમરેલી તા.20
લીલીયા મોટા ખાતે કસ્તુરબેન બાબુભાઈ ભાલાળા (ગાયત્રી સોસાયટી)નું અવસાન થયેલ ત્યારે તેમની સ્મશાનયાત્રા સાંજે 6 કલાકે નીકળી હતી. જેમાં ઘણા લોકો સ્મશાનયાત્રામાં જોડાયા હતા. ત્યારે અચાનક જ ઝેરી મધમાખીનાં ઝુંડે ડાઘુઓ ઉપર એટેક કરેલ. ત્યારે ડાઘુઓમાં નાશભાગ થયેલ અને અંદાજીત 40થી 50 માણસોને મધમાખી કરડેલ જેમાંથી ઘણા લોકોએ ખાનગી દવાખાને સારવાર લીધેલ અને થોડા લોકોએ સિવિલમાં સારવાર લેવા ગયેલ પરંતુ કમનસીબે ત્યાં ડોકટરો હાજર ન હોય લોકો ખૂબ મુશ્કેલીમાં મુકાયેલ.

108 એમ્બ્યુલન્સની ત્વરીત સેવાથી લોકોને તાત્કાલીક દવાખાને પહોંચાડીને સેવાકાર્ય કરેલ. પરંતુ સિવિલ હોસ્પિટલ લીલીયાનાં અધિક્ષક સહિત 3 ડોકટર એમબીબીએસ હોય તેમાંથી એકપણ ડોકટર મળેલ નહી અને ઈમરજન્સી વખતે અને રાત્રીનાં સમયે કોઈ ડોકટર હેડકવાર્ટરમાં રહેતા ન હોય લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે આજના બનાવથી લોકોમાં ખૂબ જ આક્રોશની લાગણી ફેલાઈહતી અને વનવિભાગે પણ તુરંત પગલા લઈ સ્મશાનમાંથી ઝેરી મધમાખીને દુર કરવી જોઈએ તેવી લોક લાગણી ઉઠવા પામી છે.


Loading...
Advertisement