તળાજાના મેથળા નજીક સિંહણના ઘેર પારણુ ઝૂલ્યું : ત્રણ બચ્ચાનો જન્મ

20 February 2020 12:25 PM
Bhavnagar Gujarat
  • તળાજાના મેથળા નજીક સિંહણના ઘેર પારણુ ઝૂલ્યું : ત્રણ બચ્ચાનો જન્મ

ત્રણેય બચ્ચાની સાર સંભાળ રાખવા વનખાતુ ખડેપગે

(વિપુલ હિરાણી) ભાવનગર તા.20
ભાવનગર જિલ્લાના તળાજાના દરિયાઈ વિસ્તાર ખાસ કરીને મેથળા નજીક વર્ષોથી એક સિંહણ વસવાટ કરેછે. જેમાં એકાદ વર્ષ પહેલા બે સિંહ આ વિસ્તારમાં વિચરણ કરતા આવી ગયા.ને અહીજ રહેઠાણ બનાવવામાં આવ્યું. સિંહણના સંપર્કમાં આવ્યા બાદ ભૂરા નામના સિંહ અને અહીં વસતી બાવું નામની સિંહણના મેટિંગને લઈ સિંહણ’બાવુ’ ને ત્યાં પારણું બંધાયુ છે. ત્રણ સિંહ બાળને જન્મ આપતા વન વિભાગ ખડેપગે કાળજી લઈ રહયુ છે.

તળાજા વન વિભાગ નીંટીમમાં ઉત્સાહનો માહોલ છે. ઉત્સાહનું કારણ છેકે અહીં મેથળાના જંગલમાં વિચરણ કરતી સિંહણ ’બાવું’એ ત્રણ સિંહ બાળને જન્મ આપ્યો છે. ’બાવું’સિંહણ અને તેના ત્રણ બચ્ચાની સંભાળ અહીંના આર.એફ.ઓથી લઈ ફોરેસ્ટર,ટ્રેકર,બીટ ગાર્ડ સહિતના લઈ રહ્યા છે.જરૂર જણાયે ખોરાક પણ આપી રહ્યા છે. ત્રણ સિંહબાળમાંથી નર અને માદાની ચોક્કસ માહિતી મેળવતા હજુ સમય લાગશે.

સૂત્રો એ ઉમેર્યું હતું કે અહીં બે સિંહ વિચરણ કરી રહ્યા છે.જેમાં સિંહ ’ભૂરા’ અને સિંહણ ’બાવું’ના મેટિંગના ફળ સ્વરૂપે ત્રણ બચ્ચાનો જન્મ થયો છે. ત્રણેય બચ્ચા તંદુરસ્ત છે.

મેથળાથી માથાવડા સુધી ટેરેટરી બાંધતા બન્ને સાવજો તળાજાના જંગલો ,સિમ,વાડી, ખેતરમાં એક સિંહણ અને બે સિંહ છે. હાલ સિંહણ ’બાવુ’પોતાના ત્રણ બચ્ચાની સંભાળ લઈરહી છે. તો ભૂરો અને નાનો બન્ને સાવજ પોતાની ટેરેટરીનો વિસ્તાર લંબાવવાની સાથે બાંધી રહ્યા છે. જેમાં તળાજા વિસ્તાર ની વાત કરીએ તો મેથળા, પ્રતાપરા, કેરાળા ,વેજોદરી, ઉંચડી, ખંઢેરા, સરતાનપર, પાદરી,ચોપડા અને માથાવડા સુધી ટેરેટરી બાંધી છે. મોટાભાગનો વિસ્તાર દરિયાઈ છે.ક્યારેક રાત્રે 12 વાગે મેથળા નજીક લોકેટ થતા બન્ને સિંહ સવારે પાદરી(ગો) સુધી લોકેટ થાય છે.બન્ને ની જુગલ જોડી છે.


Loading...
Advertisement