સૌરાષ્ટ્રમાં એક સહિત ગુજરાતમાં ત્રણ નવી સરકારી મેડિકલ કોલેજ બનશે

19 February 2020 05:50 PM
Ahmedabad Gujarat Saurashtra
  • સૌરાષ્ટ્રમાં એક સહિત ગુજરાતમાં ત્રણ નવી સરકારી મેડિકલ કોલેજ બનશે

રાજપીપળા,નવસારી અને પોરબંદરમાં મેડિકલ કોલેજને મંજૂરી, કેન્દ્રએ આપ્યા 195 કરોડ

ગાંધીનગર: ગુજરાત સરકારની કેબિનેટની મીટિંગ યોજાઇ હતી જેમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કેબિનેટ મીટિંગ પછી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી મેડિકલ કોલેજની માહિતી આપી હતી, જેમાં તેઓ જણાવ્યું કે રાજ્યમાં નર્મદા - રાજપીપળા, નવસારી અને પોરબંદરમાં ત્રણ મેડિકલ કોલેજ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મેડિકલ કોલેજ માટે કેન્દ્રએ 195 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.

રાજ્ય સરકાર દ્વારા મેડિકલ કોલેજ અને હોસ્ટેલ માટે પણ જમીનની ફાળવણી કરવામાં આવી છે.

આ સિવાય ગાંધીનગરના શાહપુરમાં એક સરકારી ચિલ્ડ્રન હોસ્પિટલ માટે પણ જમીનની ફાળવણી કરવામાં આવી છે.


Loading...
Advertisement