કાલે સ્વૈચ્છીક મહિલા ગૃહનું ઉદઘાટન

19 February 2020 05:49 PM
Rajkot Saurashtra
  • કાલે સ્વૈચ્છીક મહિલા ગૃહનું ઉદઘાટન

ગરીબ અને નિરાધાર મહિલાઓને આધુનિક સુવિધા સાથે આશ્રમ

રાજકોટ તા.19
માનવ કલ્યાણ મંડળ દ્વારા તદન ગરીબ અને રોડ પર રહેતા નિરાધાર મહિલાઓ કે જેમને પોતાના જીવન ગુજારવા ભીખ માંગવી પડે છે. તેવા મહિલાઓને સંસ્થા દ્વારા આધુનિક મહિલા આશ્રમ સ્થાન બનાવેલ છે. જેનું ઓફિશિયલ ઉદઘાટન તા.20ના રોજ સૌ.યુનિ.પાછળ હરીવંદના કોલેજ પાસે સૌ મહિલા ભિક્ષુક ગૃહ મુંજકા, સમય સવારે 10 થી 12 રાખેલ છે.
જેમાં મંત્રી સાંસદ ધારાસભ્યો, કલેકટર, કમિશ્નર સંસ્થાના ટ્રસ્ટીઓ, દાતાઓ અને સભ્યો ઉપસ્થિત રહેશે. નગરજનોને ઉપસ્થિત રહશે.

આ મહિલા આશ્રમ ગૃહમાં સૌરાષ્ટ્ર-કચ્છની મહિલાઓને રાખવામાં આવશે. આ સંસ્થા સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત છે. સંસ્થાના ચેરમેન, મુકેશભાઇ મેરજા, પ્રમુખ ગીતાબેન પટેલ, મહામંત્રી વિભાબેન પટેલ ચેરમેન (એસી) નાશભાઇ કાલરીયા, ઇન્ટરનેશનલ અઘ્યક્ષ ગોવિંદભાઇ વરમોરા, ઉપાઘ્યક્ષ ચંદુભાઇ વીરાણીએ જણાવેલ કે આ મહિલા ગૃહમાં આપણે ઘેર રહી છીએ તેવી રીતે આ જરૂરીયાત મંદોને રાખવામાં આવે છે. ટીવી ફ્રીજ, કલર, સાબુ, સેમ્પુ, મચ્છરદાની, પર્સનલ બેડ જેવી સુવિધાઓ આપવામાં આવે છે.


Loading...
Advertisement