મિત્રને આપેલા રૂા.5 લાખનો ચેક રિર્ટન : મીલરને 1 વર્ષની કેદ

19 February 2020 05:46 PM
Rajkot Saurashtra
  • મિત્રને આપેલા રૂા.5 લાખનો ચેક રિર્ટન : મીલરને 1 વર્ષની કેદ

ચેકની રકમનું વળતર 1 માસમાં નહી ચુકવે તો વધુ છ માસની સજા : ફરિયાદી : લલીતભાઇ સાવલીયા : આરોપી : વલ્લભભાઇ પાનસુરીયા

રાજકોટ તા.19
ઓઇલ મીલ ધારકને ઉભી થયેલી નાણાની જરૂરીયાત બાદ મિત્રના દાવે આપેલા રૂા.5 લાખનો ચેક રીર્ટન થતાં થયેલી ફરિયાદના કેસમાં અદાલતે આરોપીને 1 વર્ષની સજાનો હુકમ ફરમાવ્યો છે.ફરિયાદની ટુંક વિગત એવી છે કે લલીતભાઇ ગોબરભાઇ સાવલીયા તથા આરોપી વલ્લભભાઇ બેચરભાઇ પાનસુરીયા વચ્ચે ઘણા સમયથી મિત્રતાના સંબંધો રહેલા હોય જેથી આરોપી પડધરી મુકામે ઓઇલ મીલ ધરાવતા હોય અને તેને તેમના ધંધાના વિકાસ માટે નાણાની જરૂરીયાત થતા ફરિયાદી પાસેથી 4 લાખ તથા એક લાખ એક કુલ રૂા.5 લાખ લીધેલ હતા.

ત્યારબાદ અમુક સમય જતાં ફરિયાદીએ રકમની માંગણી આરોપી પાસે કરેલ અને જે રકમ પરત ચુકવી આપવા આરોપીએ રૂા.5 લાખનો ચેક આપેલ જે ચેક રીર્ટન થતા ફરિયાદીએ તેમના વકીલ અલ્પેશ પોકીયા મારફતે લીગલ નોટીસ મોકલેલ, જે નોટીસની જાણ આરોપીને થતાં તેઓએ રકમ ચુકવી આપવા સમાધાન કરાર લખી આપેલ અને પાછો અન્ય એક રૂા.પ લાખનો ચેક આપેલ જે ચેક પણ રીર્ટન થતાં કોર્ટ સમક્ષ ચેક રીર્ટનની ફરિયાદ દાખલ કરેલી હતી.

આમ ફરિયાદીના એડવોકેટની દલીલો માન્ય રાખી આરોપી વલ્લભભાઇ બેચરભાઇ પાનસુરીયાને તેમણે કરેલ ગંભીર ગુન્હા બદલ અદાલતે નેગો. ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138ના ગુના સબબ તકસીરવાન ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા તેમજ એક માસમાં ચેક મુજબની રકમનું વળતર ચુકવવુ જો ન ચુકવે તો વધુ 6 માસની સજા કરેલ કરવાનો એડી ચી. જયુ લાલવાણીની કોર્ટએ ફરિયાદીની તરફેણમાં હૂકમ ફરમાવેલ હતો. આ કામના લલીતભાઇ સાવલીયા તરફે ધારાશાસ્ત્રી અલ્પેશ વી. પોકીયા, વંદના રાજયગુરૂ, ભાર્ગવ પંડયા, કેતન જેે. સાવલીયા, અમીત ગડારા, પરેશ મૃગ, રીતેશ ટોપીયા વિગેરે રોકાયેલા હતાં.


Loading...
Advertisement