માર્કેટ યાર્ડના પ્રકરણમાં 32 આરોપીઓ જામીન મુકત

19 February 2020 05:41 PM
Rajkot Saurashtra
  • માર્કેટ યાર્ડના પ્રકરણમાં 32 આરોપીઓ જામીન મુકત

અદાલતના પ્રાંગણમાં માનવ મેદની ઉભરાણી: યાર્ડ સતાધીશો સામે ભારે રોષ

રાજકોટ તા.19
શહેર માર્કેટીંગ યાર્ડ સહિતના વિસ્તારોમાં મચ્છરના ત્રાસ બાબતે આંદોલનના હેતુથી ગેરકાયદેસર મંડળી રચી યાર્ડ પાસેનો હાઈવે ચકકાજામ કરી પોલીસ અધિકારી, કર્મચારીઓને ફરજમાં રૂકાવટ કરી પોલીસ પર છુટ્ટા પથ્થરોના ઘા કરી ઈજા કરી ગેરકાયદેસર અવરોધ કરવાના ગુન્હા સબબ ધરપકડ કરવામાં આવેલ 32 આરોપીઓને અદાલત સમક્ષ રજુ કરતા તમામને જામીન પર મુકત કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

કેસની હકીકત જોઈએ તો એજન્ટ એસો.ના પ્રમુખ અતુલ કમાણી તેમજ અન્ય ખેડુત આગેવાનો સહીત આશરે 300 માણસોનું ટોળુ જે બેડી માર્કેટીંગ યાર્ડમાં મચ્છરના ત્રાસ બાબતે આંદોલનના હેતુથી ગેરકાયદેસર મંડળી રચી માર્કેટીંગ યાર્ડ પાસે હાઈવે રોડ બંધ કરી, ચકકાજામ કરી પોલીસ અધિકારીઓ તતા કર્મચારીઓની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી પોલીસ વાનમાંથી માઈકથી ટોળી વિખેરવા અંગે સુચના તથા ચેતવણી આપી તથા લાઠીચાર્જ કરતા આરોપીઓએ પોલીસ ઉપર છુટા પથ્થરોના ઘા કરતા ફરીયાદી તથા સાહેદોને પથ્થરો વાગતા ગુન્હો કર્યા સબબ કુવાડવા પોલીસે ફરીયાદી બની છ ના નામજોગ તથા 300 માણસોના ટોળા સામે ગુનો દાખલ કરાવેલ જે કામે એજન્ટ એસો.ના પ્રમુખ અતુલ કમાણી સહીત કુલ 32 આરોપીઓ જેમાં હસમુખ વશરામભાઈ ગોહીલ, રાજેશ શામજીભાઈ ઘીયડ, ભરત જાદવભાઈ જખવાડીયા, કીર્તી મગનલાલ રાજવી, જય કિશનભાઈ સખરેલીયા, વલ્લભ કરમશીભાઈ પાચાણી, મેહુલ રમેશભાઈ સોજીત્રા, કલ્પેશ જેન્તીભાઈ ગોવાણી, સામત ઉકાભાઈ મકવાણા, બાબુ અમરારામ જાની, ગુસાઈરામ ચેતનરામ જવુ, સહિતનાઓએ એડવોકેટ સુરેશ ફળદુ મારફત જામીન અરજી કરી રજુઆત કરેલ હતી. જે અંગેની રજુઆતો ધ્યાને લઈ એડી. ચીફ જયુડી.મેજી. એ તમામ આરોપીઓને જામીન પર મુકત કરતો હુકમ ફરમાવેલ છે.
ઉપરોકત તમામ આરોપીઓ વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા રોકાયેલ હતા.


Loading...
Advertisement