માર્કેટ યાર્ડના વિવાદ મામલે મુખ્યમંત્રી રૂપાણી મેદાને: અમદાવાદ-સુરતથી મશીન મોકલવા આદેશ

19 February 2020 04:20 PM
Ahmedabad Gujarat Rajkot
  • માર્કેટ યાર્ડના વિવાદ મામલે મુખ્યમંત્રી રૂપાણી મેદાને: અમદાવાદ-સુરતથી મશીન મોકલવા આદેશ

યાર્ડમાં હિંસક બનાવો-હડતાલનો પડઘો ગાંધીનગરમાં પડયો

રાજકોટ, તા. 19
રાજકોટ યાર્ડમાં મચ્છરોના ત્રાસના પગલે રોડ ઉપર ઉતરી આવેલા વેપારીઓ, મજુરોને પોલીસ સાથે ટકકર થતા છેલ્લા બે દિવસ યાર્ડમાં હડતાલ પડતા ચોંકી ઉઠેલી રાજય સરકારે જલ્દી હડતાલ સમેટાય સાથે ગાંડી વેલ દૂર કરવાના આદેશ સાથે સુરત-અમદાવાદ પાલીકા પાસેથી મશીન ફાળવવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુચના આપી છે.

મચ્છર અને પોલીસ દમનનાં વિરોધમાં હડતાલ ઉપર બેડી માર્કેટ યાર્ડના વેપારીઓ અને મજુરો આજે સતત બીજા દિવસે હડતાલ પર રહ્યા છે હરરાજી ઠપ્પ થતા ટન બંધ માલના ઢગલા ખડકાયેલા છે જો કે ગઈકાલે મ્યુ. કોર્પોરેશન, કલેકટર, જિ.પંચાયત તંત્રએ સાથે મળી મચ્છરોના નાશ માટે કાર્યવાહી સાથે ફોગીંગ કરવામાં આવ્યુ હતુ યાર્ડ બંધ રહેતા ખેડુતોની હાલત કફોડી બની છે.

દરમિયાન બેડી માર્કેટ યાર્ડ અને તેની આજુબાજુના વિસ્તારને મચ્છરોના ત્રાસમાંથી મુકત કરવા અને આ વિસ્તારમાં આવેલ ગાંડીવેલને નાબુદ કરવા સુરત અને અમદાવાદ મહાનગરપાલીકા પાસેથી ડીવેડર મશીન (ગાંડીવેલ દૂર કરવાના મશીન) મોકલવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આદેશ કરતા આગામી સમયમાં ગાંડીવેલ દૂર કરવાની કાર્યવાહી શરૂ થનાર છે જો કે હજુ યાર્ડની હડતાલ બીજા દિવસે યથાવત રહી છે.Loading...
Advertisement