ખિસ્સામાં બહુ સિકકા-ચિલ્લર રાખો છો? અનેક બિમારીઓ થવાનું જોખમ: ચોંકાવનારુ સંશોધન

19 February 2020 02:42 PM
Health India Off-beat
  • ખિસ્સામાં બહુ સિકકા-ચિલ્લર રાખો છો? અનેક બિમારીઓ થવાનું જોખમ: ચોંકાવનારુ સંશોધન

નવી દિલ્હી તા.19
આમ તો આપણા ખિસ્સામાં પૈસા હોય તો ખિસ્સું 'વજનદાર' લાગે પણ, આ વજનદાર સિકકાઓ પર અનેક બીમારીઓના ફૂગ ચોટેલા હોય છે જો આપની રોગ પ્રતિકારકશક્તિ કમજોર હોય તો આ સિકકાઓ આપના આરોગ્ય માટે ખતરો બની જાય છે.

એક સંશોધનમાં એવી ચોંકાવનારી વિગત બહાર આવી છે કે, સિકકા પર અનેક પ્રકારની ફૂગ હોય છે જેનાથી અનેક પ્રકારની એલર્જી અને ત્વચા સાથે જોડાયેલી બિમારી થાય છે. એમ.એસ.યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાયરનમેન્ટલ સ્ટડીઝના સંશોધનમાં એ બાબત બહાર આવી છે કે, સિકકાઓ પર અનેક પ્રકારની ફૂગ હોય છે.

પ્રો. અરુણ આર્યે જણાવ્યું હતું કે, અમારા છાત્રોએ લગભગ 100 સિકકાનું સંશોધન કર્યું હતું જેમાં ત્રણને બાદ કરતા બધા સિકકા પર જીવાણુઓ અને ફુગ મળી આવ્યા હતા.

આ પ્રયોગમાં બે પ્રકારની ફુગો-એસ્પર ગિલસ નિગટ અને પેનેસિલિયમ સિમ્પલીસીસ જામ જેવી ફુગ મુખ્ય રૂપે સિકકાની સપાટી પર હતી. એસ્પરગિલસ નિગર જેવી ફુગો ઓર્ગોનિક એસીડ બનાવે છે, જે સિકકાની સપાટીને પણ ગાળી નાખે છે. આવી ફુગોના કારણે ત્વચા સંબંધી સમસ્યા પેદા કરે છે. કમજોર ઈમ્યુન સિસ્ટમ ધરાવનારાઓને આવી ફુગ ફેફસામાં ખરાબ અસર કરે છે.


Loading...
Advertisement