ભારત પ્રવાસ પુર્વે જ ટ્રમ્પનો આંચકો: મોદી મને બહુ ગમે, પણ ...

19 February 2020 11:28 AM
India World
  • ભારત પ્રવાસ પુર્વે જ ટ્રમ્પનો આંચકો: મોદી મને બહુ ગમે, પણ ...

મોદી મને બહુ ગમે, પણ ભારતનો અમેરિકા સાથે વ્યવહાર સારો નથી : ભારત પ્રવાસ દરમિયાન વેપાર સમજુતી થવા બાબતે અમેરિકી પ્રમુખને આશંકા, છતાં મોડેથી થવાની આશા: અમેરિકાના મેડીકલ ડિવાઈસીસ અને ડેરી પ્રોડકટસની કંપનીઓની માંગથી પેચ ફસાયો

વોશિંગ્ટન તા.19
ભારતની મુલાકાત પુર્વે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તે ભારત સાથે મોટી વેપાર સમજુતી કરવા માંગે છે. પણ અમેરિકી ચૂંટણી પહેલાં થશે કે કેમ તે વિષે તેમણે આશંકા વ્યક્ત કરી હતી. જે કેલિફોર્નિયા જતા અગાઉ તેમણે જણાવ્યું હતું કે ભારત સાથે વેપાર સમજુતી થઈ શકે, પણ મોટી સમજુતી મોડેથી કરવા હું બાકી રાખી રહ્યો છું.

તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાબતે જણાવ્યું હતું કે હું તેમને ઘણો પસંદ કરું છું. ભારત અને અમેરિકાના વ્યાપાર સંબંધો વિષે તેમણે જણાવ્યું હતું કે ભારત અમારી સાથે સારો વ્યવહાર કરતુ નથી.

મોદીની પ્રશંસા કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમને ભારત પ્રવાસથી ઘણી આશાઓ છે. અમેરિકી પ્રમુખ 24 ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવી રહ્યા છે. અત્યાર સુધી માનવામાં આવ્યુ હતું કે અમેરિકા અને ભારત વચ્ચે ટ્રમ્પની મુલાકાત દરમ્યાન મહત્વની દ્વિપક્ષીય સમજુતી પર હસ્તાક્ષર થઈ શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકાના વેપાર પ્રતિનિધિ રોબર્ટ લાઈટરાઈઝર ટ્રમ્પ સાથે ભારત આવી રહ્યા નથી, જો કે અધિકારીઓએ આ વાત પુરી રીતે નકારી કાઢી નથી.

ટ્રમ્પે જણાવ્યું હતું કે મોદીએ મને કહ્યું હતું કે એરપોર્ટ અને કાર્યક્રમ સ્થળ પર 70 લાખ લોકો હશે. મને ખબર છે કે આ સ્યેડીયમ સેમી અન્ડર કસ્ટમ્સ છે, પણ વિશ્ર્વનું એ મોટું સ્ટેડીયમ હશે. એટલે આ ઘણું દિલચશ્પ કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટેન્ટના અને અન્ય મેડીકલ ડિવાઈસીસના ઉત્પાદકો તેમજ ડેરી ઉદ્યોગ વધુ ખુલ્લુ ભારતીય બજાર માંગી રહ્યા છે અને આ મુદે વેપાર વાટાઘાટો કેન્દ્રીત થયેલી છે. આ બન્ને લોબીના કારણે જ ટ્રમ્પે ગત વર્ષે ભારતનો વિશેષ વ્યાપાર દરજજો પાછો ખેંચી લીધો છે.


Loading...
Advertisement