મોત સામે ઝબૂકતા અમરસિંહે બચ્ચન પરિવારની માંગી માફી

18 February 2020 07:40 PM
India
  • મોત સામે ઝબૂકતા અમરસિંહે બચ્ચન પરિવારની માંગી માફી

ભૂતકાળના નિવેદન બાબતે ખેદ વ્યક્ત કરતો વિડીયો જારી કર્યો

નવી દિલ્હી તા.18
રાજયસભાના સાંસદ અને એક વખત રાજકીય ક્ષેત્રે મોટા પાવર બ્રોકર મનાતા અમરસિંહે અમિતાભ બચ્ચનની માફી માંગી છે.
તેમણે જણાવ્યું છે કે જીવનના આ વળાંક પર જયારે હું જિંદગી અને મોતની લડાઈ લડી રહ્યો છું ત્યારે મને મારા નિવેદનનો પસ્તાવો થઈ રહ્યો છે.
એક વિડીયો જારી કરી અમરસિંહે સ્વીકાર કર્યો છે કે આટલી કડવાશ છતાં અમિતાભ બચ્ચન તેમનો જન્મદિવસે, અને તેમના પિતાની પુણ્યતિથિએ મેસેજ મોકલતા હતા માટે મારા નિવેદન પર ખેદ વ્યક્ત કરવો જોઈએ. તેમણે ટિવટ કરી જણાવ્યું હતું કે આજે મારા પિતાની પુણ્યતિથિ છે. આ પ્રસંગે મને અમિતાભ બચ્ચન તરફથી પણ સંદેશો મળ્યો છે. જીવનના આ પડાવ પર જયારે હું મૃત્યુ સામે લડી રહ્યો છું ત્યારે મારે અમિતજી અને તેમના પરિવાર સામે મારી પ્રતિક્રિયા માટે ખેદ છે. ઈશ્ર્વર સૌને આશિર્વાદ આપે.


Loading...
Advertisement