ઓનલાઈન સંબંધ વિચ્છેદ ભુલવો હોય તો પણ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ ભુલવા દે તેમ નથી

18 February 2020 11:13 AM
India Technology
  • ઓનલાઈન સંબંધ વિચ્છેદ ભુલવો હોય તો પણ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ ભુલવા દે તેમ નથી

અનફોલો, અનફ્રેન્ડીંગ જેવા ફીચર્સનો ઉપયોગ કર્યો હોય તો પણ એક્સની યાદ કયાંકથી ટપકી પડે છે

નવી દિલ્હી: પ્રિયજનથી વિખુટા પડવું ડિજીટલ યુગમાં આકરું પડી શકે છે, અને ફેસબુક તથા ઈન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ બ્રેક-અપની સ્થિતિમાં ઘા પર નમક ભભરાવાનું કામ કરી શકે છે. અનફ્રેન્ડીંગ, અનફોલોઈંગ અથવા બ્લોકીંગ જેવા ફીચર્સનો ઉપયોગ કરતા લોકોને અગાઉના પાર્ટનરોનો ઓનલાઈન દુખદાયક મુકાબલો થઈ શકે છે.

આવા એક અભ્યાસમાં સંશોધકોએ છૂટા પડયાના 18 મહિનામાં એકલ પાર્ટનરનો સામનો થવાથી અપસેટ થયેલા લોકોને આવરી લીધા હતા.

અમેરિકાની યુનિવર્સિટી ઓફ કોલોરાડા બોલ્ડરના સંશોધક એન્થોની વિન્ટરે જણાવ્યું હતું કે સાશ્યલ મીડીયા બ્રેકઅપનો આંચકો લાગે એ પહેલાં એ વ્યક્તિથી છૂટકારો મેળવવો સહેલો છે. જુદા જુદા ઓનલાઈન પ્લેટફોર્મ પર જો તમને સતત બોમ્બાર્ડીંગ થયું હોય તો જીવનમાં આગળ વધવું મુશ્કેલ બને છે. 19 વર્ષથી નીચેની વયના લોકોમાં ચિંતાજનક વલણ જોવા મળ્યું હતું. ઓનલાઈન લાઈફમાંથી પુર્વ પ્રેમીઓ-પ્રેમીકાઓને દૂર કરવા શકય તેટલા પગલા લીધા હોય તો પણ એમનો કોઈને કોઈ રીતે મુકાબલો થઈ જાય છે.

પિન્ટરે જણાવ્યું હતું કે ઘણાં લોકો માની લે છે કે તે પુર્વ પ્રેમી-પ્રેમીકાને અનફ્રેન્ડ અથવા અનફોલો કરી શકે છે, અને તેમને એ પછી એમનો સામનો કરવો નહીં પડે. પરંતુ અભ્યાસમાં જણાવ્યું હતું કે એવું કરવું સરળ નથી. ફેસબુક પર જતા પહેલા સામે આવતું ન્યુઝફીડ સંતાપનું મુખ્ય કારણ છે. આવા ન્યુઝફીડ એકલ-લવર્સ નવા સંબંધમાં પડયા હોવાના સમાચાર આવે છે.

એક કેસમાં તો યુઝરને ધ્યાનમાં આવ્યું કે તેના ટ્રમમેટએ એકસની પોસ્ટ લાઈક કરી હતી.
ભૂતકાળની યાદ દેખડાવતી પોસ્ટ હૃદય ભાંગી નાખનારી હોય છે. અભ્યાસમાં સામેલ કરાયેલા એક યુઝરે જણાવ્યું હતું કે તેની પુર્વ પત્નીનો મીઠા વર્ષોનો મેસેજ કયાંકથી ટપકી પડતા તેની ભાવનાને ઠેસ પહોંચી હતી.

સંશોધકોએ સૂચવ્યું છે કે પ્લેટફોર્મ ડિઝાઈનરો બે યુઝર વચ્ચેના કનેકશન સંબંધી તમામ ગ્રુપ, ફોટો અને ઈવેન્ટસ ફુટી નીકળવા પર વધુ ધ્યાન આપે તો આવો આમનોસામનો ઓછો કરી શકાય. પુર્વ પ્રેમી, પ્રેમીકાની યાદમાંથી છુટકારો મેળવવા માંગતા લોકો ટેક એ બ્રેકનો ઉપયોગ કરી અનફ્રેન્ડીંગ અનટેગીંગ અને બ્લોકીંગ કરી શકે છે. જો કે આવું કરવું પણ ફુલપ્રુફ નથી.


Loading...
Advertisement