શિક્ષણ બોર્ડના પરિણામના રેકર્ડનું ડીજીટાઈઝેશન

17 February 2020 07:53 PM
Rajkot
  • શિક્ષણ બોર્ડના પરિણામના રેકર્ડનું ડીજીટાઈઝેશન

હવે ઘરે બેઠા જૂની માર્કશીટ ઓનલાઈન મેળવી શકાશે

શિક્ષણ મંત્રી ચુડાસમાના હસ્તે નવી સીસ્ટમનું લોકાર્પણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થી સેવા કેન્દ્રમાં રેકર્ડ ડીજીટાઈઝેશન તેમજ ગુણપત્રક પ્રમાણપત્ર, માઈગ્રેશન તથા પ્રમાણપત્ર-માર્કશીટ ઓનલાઈન મેળવવા માટેની પ્રક્રિયાનો રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાના હસ્તે પ્રારંભ કરાયો છે. બોર્ડની કચેરીના પટાંગણમાં શિક્ષણ બોર્ડના અધિકારીઓ પદાધિકારીઓ તેમજ ડો. પ્રિયવદન કોરાટ સહિતના બોર્ડ મેમ્બરોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા ખાસ સમારોહમાં આ નવી સીસ્ટમ કાર્યરત કરાયેલ છે. બોર્ડ પાસે પાંચ કરોડ જેટલી એન્ટ્રીઓ સચવાયેલી જેમાં 1952થી 76 સુધીના ઓલ્ડ એસએસસીના પ્રમાણપત્રોનો પણ સમાવેશ થાય છે. આ નવી સીસ્ટમ થતી વિદ્યાર્થીઓ ઘરે બેઠા બેઠા માર્કશીટ -પ્રમાણપત્રો મેળવી શકશે.


Loading...
Advertisement