માલધારી સોસાયટીમાં ભરવાડ પરિવાર પર બુટલેગર સહીત ત્રણ શખ્સોનો છરી-પાઇપ વડે હુમલો : ત્રણને ઇજા

17 February 2020 07:52 PM
Rajkot Crime
  • માલધારી સોસાયટીમાં ભરવાડ પરિવાર પર બુટલેગર  સહીત ત્રણ શખ્સોનો છરી-પાઇપ વડે હુમલો : ત્રણને ઇજા

ગાળો બોલવા બાબતે હુમલો કર્યાનું ઈજાગ્રસ્તનું નિવેદન : બુટલેગર સહીત ત્રણ સામે ગુનો નોંધાયો

રાજકોટ તા.16
શહેરના માર્કેટીંગ યાર્ડ પાછળ માલધારી સોસોયટીમાં ભરવાડ પરિવાર પર ગાળો બોલવા બાબતેબુટલેગર સહીત ત્રણ શખ્સોએ છરી,પાઇપ,ધોકા વડે હુમલો કરી માતા-પુત્ર સહીત ત્રણને ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ માર્કેટીંગ યાર્ડ પાછળ માલધારી સોસાયટીમાં શેરી નમ્બર 4 માં રહેતો રીક્ષા ડ્રાયવિંગનું કામ કરતો મોતીભાઈ ઘેલાભાઈ ઝપડા (ઉ.વ 19 ) નામનો ભરવાડ યુવક પોતાના ઘરે હતો. ત્યારે જુના ઝગડાનો ખાર રાખી સ્ક્રોપીયો કારમાં આવેલા બુટલગેર પ્રવીણ ઉર્ફ પવલો ,પિન્ટુ રાતળિયા અને સાવન કોળીએ ધોકા ,પાઇપ,છરી વડે ભરવાડ પરિવારના ઘર પર હુમલો કર્યો હતો. જેમાં ભરવાડ પરિવારના મોતી ઘેલાભાઈ ઝાપડા (ઉ.વ 20 ),લાલાભાઇ ઘેલાભાઈ ઝાપડા (ઉ.વ 16 ), લખીબેન ઝાપડા ઘવાતા સ્થાનિક લોકોએ 108 મારફતે સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ઈજાગ્રસ્ત માતા પુત્રોનું બી ડિવિઝન પોલીસે નિવેદન લઇ ત્રણેય શખ્સો વિરુદ્ધ આઈ.પી.સી 323, 504 ,114 મુજબ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે
ઈજાગ્રસ્ત મોતી ઝપડાએ જણાવ્યું હતું કે પોતાના પગ પર ત્રણેય શખ્સોએ હુમલો કરી પગ ભાગી નાખ્યો હતો.બાદમાં ત્રેણય શખ્સોએ તેના નાના ભાઈ લાલા ઝાપડાનું કર્મ અપહરણ કરી લઇ જઈ સાતડા ગામની સીમમાં પાઇપ વડે ફટકાર્યો હતો. બાદમાં સેટેલાઇટ ચોક પાસે ઈજાગ્રસ્ત હાલતમાં યુવકને છોડી મૂકી નાશી છૂટ્યા હતા. આ ઉપરાંત આરોપી પિન્ટુ રાતળિયા અને સાવન કોળીએ તેની માતા અને નાના ભાઈને ઢીકાપાટુનો મારમાર્યો હતો.


Loading...
Advertisement