મુકેશ અંબાણી, સુનિલ મિતલ, આનંદ મહિન્દ્રા સહિતના ઉદ્યોગપતિઓને મળશે ટ્રમ્પ

17 February 2020 07:21 PM
India
  • મુકેશ અંબાણી, સુનિલ મિતલ, આનંદ મહિન્દ્રા સહિતના ઉદ્યોગપતિઓને મળશે ટ્રમ્પ

અમેરિકી કંપનીઓના 15 સીઈઓ ટ્રમ્પ સાથે આવે છે : ભારતીય ઉદ્યોગપતિઓને અમેરિકાએ રોકાણ-રોજગાર સર્જન માટે આમંત્રણ આપશે રાષ્ટ્રપતિ

નવી દિલ્હી: આગામી તા.24-25ના ભારતની મુલાકાતે આવી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દિલ્હીમાં ભારતીય ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજી છે. તા.25ના દિલ્હીમાં ટ્રમ્પ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી એરટેલના ચેરમેન સુનિલ મિતલ, ટાટા સન્સના ચેરમેન એન.ચંદ્રશેખર, મહીન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહીન્દ્રા લાર્સન ટુબ્રોના ચેરમેન એ.એમ.નાઈક બીકોનના ચેરમેન કિરણ મજમૂદારને આમંત્રણ અપાયા છે.
ટ્રમ્પ આ ભારતીય ઉદ્યોગપતિઓને અમેરિકામાં મૂડીરોકાણ અને રોજગાર સર્જન માટે કામ કરવા આમંત્રણ આપશે. મહીન્દ્રા એન્ડ મહીન્દ્રાએ અગાઉ જ અમેરિકામાં 1 બિલીયન ડોલરના રોકાણની અને અમેરિકન જોબ સર્જનની જાહેરાત કરી છે તો ભારત ફોર્જ ઉતર કારોલીના આ 56 મીલીયન ડોલરનું રોકાણ કરી રહ્યું છે. અમેરિકામાં 100 ભારતીય કંપનીઓએ 18 બીલીયન ડોલરનું રોકાણ કર્યુ છે અને 1.13 લાખ જોબનું અમેરિકામાં સર્જન કર્યુ છે. શ્રી ટ્રમ્પની સાથે અમેરિકાના 15 ટોચની કંપનીઆના સીઈઓ આવી રહ્યા છે.
જેમાં માસ્ટરકાર્ડના અજય બગ્ગા, વોટર હેલ્થ ઈન્ટરનેશનલના સંજય ભટનાગર ઉપરાંત અમેરિકી ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન મીશેલ બુરેકનો પણ સમાવેશ થાય છે.
ભારતના કોફેડરેશન ઓફ ઓલ ઈન્ડીયા ટ્રેડર્સ પ્રમુખ ટ્રમ્પની મુલાકાત માંગી છે. જેમાં ભારત અમેરિકા વચ્ચે લઘુ-નાના-મધ્યમ ઉદ્યોગો માટે તક સર્જવાની માંગ કરી છે.


Loading...
Advertisement