સુરેન્દ્રનગર જિલ્લાની 49% જમીન રણમાં ફેરવાય જવાનું જોખમ

17 February 2020 05:40 PM
Ahmedabad Gujarat
  • સુરેન્દ્રનગર જિલ્લાની 49% જમીન રણમાં ફેરવાય જવાનું જોખમ

ઉતર ગુજરાતની 10% કૃષિ જમીનને ખારાશની અસર : સેટેલાઈટ ઈમેજ પર ખુલાસો

અમદાવાદ તા.17
અર્ધ-સુકકા અને સૂકા કલાઈમેટીક રિજનમાં આવતા ઉતર ગુજરાતના જિલ્લાઓમાં ખેડુતો સામે જમીનની ખારાશનું જોખમ ઉભું થયું છે.
ગાંધીનગરથી ધીરુભાઈ અંબાણી ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનીકેશન ટેકનોલોજીના અભ્યાસમાં આ વાત બહાર આવી છે. અભ્યાસ મુજબ અભ્યાસ હેઠળની જમીનમાં 10% જમીનની ખારાશનું જોખમ ધરાવે છે.
જો કે ઉજળી બાબત એ છે કે 8% વિસ્તારમાં ખારાશ ઘટી છે. સંશોધકોએ અભ્યાસ માટે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર અને અરાવલ્લી સહિતના ઉતર ગુજરાતના જિલ્લાઓ માટે સોઈલ હેલ્થ કાર્ડના બેસ ડેટા તરીકે ઉપયોગ કર્યો હતો. એ ઉપરાંત લેન્ડસેટ, કાર્ટોસેટ અને ટીઆરએમએમની સેટેલાઈટ તસ્વીરો લઈ સોઈલ ડેટા સાથે સરખામણી કરી ભાવિ દિશા જાણવા પ્રયાસ થયો હતો.
આવા અભ્યાસની જમીનના ધસારાની પ્રક્રિયાની જાણ થતા સતાવાળાઓ રણ આગળ વધતું અટકાવવા પ્રયાસ કરી શકે છે.
ઉતર ગુજરાતના જિલ્લાઓમાં મુખ્યત્વે બટાટા, તેલીબીયા, ફળ અને ઈનોવેટીવ ખેતપદ્ધતિ અપનાવવા માટે જાણીતા છે. અન્ય એક અભ્યાસમાં જણાયું છે કે સુરેન્દ્રનગર જીલ્લાનો 49% વિસ્તાર મરુસ્થલીકરણ (ડેઝર્ટીફીકેશન)નું જોખમ ધરાવે છે.


Loading...
Advertisement