હાર્દીકની જામીન અરજી હાઈકોર્ટે ફરી ફગાવી: ધરપકડ શકય

17 February 2020 05:40 PM
Rajkot Gujarat Saurashtra
  • હાર્દીકની જામીન અરજી હાઈકોર્ટે ફરી ફગાવી: ધરપકડ શકય

કોંગ્રેસના નેતાને વારંવાર અદાલતી ‘બંક’ ભારે પડશે

રાજકોટ: અનામત આંદોલન સપાના કોર્ટ કેસના ચકકરમાં ફસાઈ ગયેલા પાસના પુર્વ નેતા અને હવે કોંગ્રેસના અગ્રણી હાર્દીક પટેલની આગોતરા જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી છે. જેના કારણે હાર્દીક ફરી જેલમાં જઈ શકે છે.

જો કે હાલ હાર્દીક ‘કયાં’ છે તે પ્રશ્ન છે. તેના પત્નીએ પણ એ જ પ્રશ્ન પૂછાયો છે. હાર્દિક અદાલતી કેસમાં વારંવાર ગેરહાજર રહેતો હોવાથી તેની વિરુદ્ધ ધરપકડ વોરન્ટ હાલ મોજુદ છે. હાર્દીકને આગોતરા આપવાનો રાજય સરકારે જ વિરોધ કર્યો છે.


Loading...
Advertisement