રાજકોટ : માર્કેટયાર્ડમાં મચ્છરોનો વિવાદ હિંસક બન્યો : વેપારી-પોલીસ વચ્ચે પથ્થરમારો, લાઠીચાર્જ : રોડ ચક્કાજામ

17 February 2020 05:18 PM
Rajkot Gujarat Saurashtra
 • રાજકોટ : માર્કેટયાર્ડમાં મચ્છરોનો વિવાદ હિંસક બન્યો : વેપારી-પોલીસ વચ્ચે પથ્થરમારો, લાઠીચાર્જ : રોડ ચક્કાજામ

મચ્છર વિવાદમાં હિંસક સ્વરૂપ: ભરબપોરે હાઈવે પર તોફાની દ્રશ્યો: વેપારી-મજુરોએ ટાયર સળગાવી-ચકકાજામ કર્યા બાદ પોલીસે બળજબરીથી ઉઠાડતા મામલો બીચકયો: યાર્ડના ગેઈટમાંથી પથ્થરમારો થયા બાદ પોલીસનો લાઠીચાર્જ: તોફાનીઓને શેરી-ગલીમાં પીછો કરીને પકડયા : વધારાની પોલીસફોર્સ ઉતારાઈ: 30ની અટકાયત; હજુ વધુને પકડવા સીસીટીવી મારફત તપાસ : સપ્તાહથી વિવાદ છતાં સરકારી વિભાગોએ કોઈ પગલા ન લેતા મામલો ‘હિંસક’ બન્યો

રાજકોટ તા.17
મોરબી રોડ પર બેડી સ્થિત માર્કેટયાર્ડમાં છેલ્લા એકાદ સપ્તાહથી ચાલતા ‘મચ્છર વિવાદ’ આજે તોફાની વળાંક લીધો હતો. વિફરેલા વેપારીઓ-મજુરો દ્વારા ચકકાજામ કરીને હાઈવે પર ટાયરો સળગાવાયા બાદ પથ્થરમારો કરવામાં આવ્યા બાદ પોલીસે લાઠીચાર્જ કરતા ખળભળાટ સર્જાયો છે. આ મામલે વેપાર ઉદ્યોગ જગતમાં ઘેરા પ્રત્યાઘાતો પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ચકકાજામ-પથ્થરમારા મામલે પોલીસ દ્વારા 30થી વધુ વેપારીઓ-મજુરોની અટકાયત પણ કરવામાં આવી છે. આજી-2ના કાંઠે આવેલા બેડી માર્કેટયાર્ડમાં છેલ્લા એક અઠવાડીયાથી મચ્છરોનું આક્રમણ થતા વેપારીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. ગાંડીવેલને કારણે કાયમી ધોરણે સર્જાતી આ સમસ્યાનો નિવેડો લાવવા જીલ્લા પંચાયત, કોર્પોરેશન, કલેકટર સહિતના વિભાગોને રજુઆતો કરવામાં આવી હતી. અધિકારીઓની ટીમ સાથે બેઠક થઈ હતી. ફોગીંગ જેવી કામગીરી કરવાનું નકકી થયુ હતું. પરંતુ તેની જવાબદારીની ફેંકાફેંકી થવા લાગતા વેપારીઓ વિફર્યા હતા અને યાર્ડમાં હડતાળ પાડવાનો મિજાજ વ્યક્ત થવા લાગ્યો હતો.

આજે બપોરે હડતાળ વિશે નિર્ણય લેવા માટે બેઠક થઈ હતી ત્યારે યાર્ડ સતાવાળાઓએ કિસાનોના હિતમાં હડતાળ પાડવાના બદલે સરકારી તંત્ર પર દબાણ લાવવા માટે અન્ય વૈકલ્પિક માર્ગ અપનાવવાનો આગ્રહ કર્યો હતો ત્યારે દલાલમંડળ અને મજુરો-વેપારીઓએ બેડી પામના લોકોને સાથે રાખીને ચકકાજામ કરવાનો નિર્ણય લીધો હતો. વેપારીઓ-મજુરો તથા ગામ લોકો સેંકડોની સંખ્યામાં મોરબી હાઈવે પર પહોંચી ગયા હતા. આ તકે ચકકાજામની સાથોસાથ ટાયરો સળગાવીને આગજની પણ કરવામાં આવી હતી.

યાર્ડના વેપારી-મજુરોના આ કાર્યક્રમને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો. મોરબી રોડ પર ચકકાજામને કારણે વાહનોના થપ્પા લાગી જતા તેઓને ઉઠાડવાનો આગ્રહ કર્યો હતો. પરંતુ વેપારીઓ માન્યા ન હતા ત્યારે પોલીસે બળજબરીપૂર્વક ઉઠાડવાનો પ્રયત્ન કર્યો હતો અને તે સાથે મામલો બીચકયો હતો.
પોલીસની બળજબરીને પગલે ટોળાના કેટલાક લોકો યાર્ડના ગેઈટની અંદર ધસી ગયા હતા અને ત્યાંથી પથ્થરમારો શરુ કરતા નાસભાગ મચી ગઈ હતી. ટોળા દ્વારા પોલીસને જ નિશાન બનાવીને પાણાવાળી શરૂ કરી દેવામાં આવી હતી. બે થી ત્રણ પોલીસ જવાનોને પણ પથ્થરો લાગ્યા હતા ત્યારે પોલીસે બળપ્રયોગ શરૂ કર્યો હતો. પોલીસના લાઠીચાર્જને પગલે નાસભાગ મચી ગઈ હતી. પોલીસે હાઈવે પરથી ટોળાને વિખેરી નાખ્યા હતા અને 30થી વધુને અટકમાં લઈ લેવાયા હતા.
માર્કેટયાર્ડ કમીશન મર્ચંટ એસોસીએશનના પ્રમુખ અતુલ કામાણી સહીતના વેપારીઓને અટકાયતમાં લઈ લેવાતા તીવ્ર પ્રત્યાઘાતો પડયા છે. વેપાર જગતમાં પણ પ્રત્યાઘાતો પડવાની આશંકા દર્શાવાય રહી છે સમગ્ર વેપાર જગતમાં ખળભળાટ સર્જાયો છે.

પથ્થરમારો કરતા શખ્સોને પોલીસે વીણીવીણીને અટકાયતમાં લીધા હતા. પોલીસે બળપ્રયોગ કરવાની સાથોસાથ તોફાની તત્વોનો પીછો કરીને અટકમાં લીધા હતા. મામલો બીચકવાને પગલે વધુ પોલીસ ફોર્સ બોલાવવામાં આવી હતી. મોરબી રોડ પરનો ટ્રાફીક કલીયર કરાવવામાં આવ્યો હતો.

સૂત્રોએ એમ કહ્યું કે પોલીસે સીસીટીવી તપાસીને તોફાન-પથ્થરમારો કરનારા શખ્સોને અટકમાં લેવાની દિશામાં કાર્યવાહી કરી છે. વેપારીવર્ગમાં એવી ચર્ચા છે કે મચ્છરોના આક્રમણનો વિવાદ છેલ્લા એક અઠવાડીયાથી ચાલી રહ્યો હતો. વેપારીઓ યાર્ડ તંત્ર દ્વારા સરકારી વિભાગોને તત્કાળ પગલા લેવાનું સૂચવ્યુ પણ હતું. પરંતુ સમયસર પગલા નહીં લેવાતા અને જવાબદારીની ફેંકાફેંકી થતા આ તોફાની પરિણામ આવ્યું છે. યાર્ડ તંત્ર દ્વારા ગાંડીવેલ કાઢવાથી માંડીને કોઈપણ કાર્યવાહી માટેનો તમામ ખર્ચ આપવાની પણ તૈયારી બતાવવામાં આવી હતી છતાં કોઈ નિરાકરણ નહી આવતા આજે વેપારીઓ-મજુરો વિફર્યા હતા અને હિંસક પરિણામો આવ્યા હતા. આ મામલે હવે તીવ્ર પ્રત્યાઘાતાને આશંકા વ્યક્ત થઈ રહી છે.

મામલો એકાએક સળગ્યો: હડતાળ નકકી કરવા બેઠક હતી અને ઓચિંતો ચકકાજામ કરાયો
નવા માર્કેટયાર્ડમાં મચ્છરોના ઉપદ્રવ મામલે એકાદ સપ્તાહથી વિવાદ ચાલી રહ્યો હતો. સરકારી વિભાગો દ્વારા તેના નિવારણ માટે કોઈ પગલા નહીં લેતા વિફરેલા વેપારીઓ-મજુરો હડતાળ પાડવાના મૂડમાં આવ્યા હતા. બપોરે 12 વાગ્યે બેઠક રાખવામાં આવી હતી. હડતાળ પાડવી કે કેમ તે વિશે ચર્ચા થઈ હતી.

કિસાનો હેરાન ન થાય અને તેના હિતમાં હડતાળનો નિર્ણય નહીં લેવરા યાર્ડ સતાવાળાઓએ આગ્રહ કર્યો હતો. બેઠકમાં આ વાત તમામને ગળે ઉતરી ગઈ હતી ત્યારે અચાનક ચકકાજામ કરવાનો નિર્ણય લેવાયો હતો. દલાલમંડળના સભ્યો-વેપારીઓ-મજુરોની સામે બેડી ગામના લોકો પણ ચકકાજામમાં જોડાયા હતા. એકાએક ચકકાજામથી પોલીસતંત્ર પણ ઉંઘતુ ઝડપાયુ હતું. ચકકાજામ અટકાવાયા પછી મામલો બીચકયો હતો.

વેપાર જગતમાં તીવ્ર પ્રત્યાઘાતો: આક્રોશને કારણે વેપારીઓ વધુ પડતા આક્રમક બન્યા કે પોલીસનો અતિરેક?
રાજકોટના બેડી માર્કેટયાર્ડ પાસે આજે બપોરે વેપારીઓ-મજુરોએ ચકકાજામ કરીને પથ્થરમારો કર્યા બાદ પોલીસે કરેલા લાઠીચાર્જ તથા અટકાયતી પગલાના તીવ્ર પ્રત્યાઘાતો પડયા છે. આ મામલે માર્કેટયાર્ડના સતાવાળાઓ ઉપરાંત વેપારી મહામંડળ જેવા સંગઠનોએ રીપોર્ટ મેળવ્યા બાદ પ્રત્યાઘાત આપવાનો સંકેત આપ્યો છે.

યાર્ડ સતાવાળાઓ-વેપારી મહામંડળ વગેરે રીપોર્ટ મેળવે છે
એવી ચર્ચા છે કે માર્કેટયાર્ડના ગેઈટની અંદરથી જ પથ્થરમારો શરૂ કર્યો હતો એટલે પોલીસ એવી શંકા દર્શાવી રહી છે કે તોફાનીઓએ ઈરાદો હિંસા સર્જાવાનો જ હતા.
વેપારીવર્ગમાં પણ આ મામલે તરેહતરેહની વાત થઈ રહી છે. વેપારી મહામંડળ આ મામલે કેવુ વલણ લ્યે છે તેના પર મીટ છે. વેપાર જગતમાં તીવ્ર પ્રત્યાઘાતો પડયા જ છે. સમગ્ર મામલામાં પોલીસે સંયમ ગુમાવીને અતિરેક કર્યો હતો કે વેપારી-મજુરો-ગામલોકો વધુ આક્રમક બની ગયા હતા તે વિશે જુદી-જુદી તૈયારી થઈ રહી છે.

પથ્થરમારામાં ઘવાયેલા પોલીસમેન
બેડી યાર્ડે ચકકાજામ બાદ ટ્રાફિક કલીયર કરાવતા સમયે ઉશ્કેરાયેલા મજૂરો-ખેડુતો અને વેપારીઓએ પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં પાંચેક પોલીસ જવાનોને ઈજા પહોંચી હતી. જેમાં ક્રાઈમ બ્રાંચના મયુર પટેલ, કુવાડવાના જગમાલભાઈ ખટાણા અને જેન્તીભાઈ સહિતનાઓને ઈજા પહોંચતા તેઓને હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લેવાની ફરજ પડી હતી. પથ્થરમારામાં ક્રાઈમ બ્રાંચના ફોજદાર પર પણ પથ્થરનો ઘા કરવામાં આવ્યો હતો પરંતુ તેમણે હેલ્મેટ પહેરી હોવાથી તેઓને ઈજા પહોંચી ન હતી.

દલાલમંડળના પ્રમુખ અતુલ કામાણી સહિત 30થી વધુની અટકાયત: યાર્ડે હડતાળ નહીં પાડવા સૂચવ્યુ હતું
માર્કેટયાર્ડમાં ચકકાજામ-પથ્થરમારા જેવા ઘટનાક્રમના અનુસંધાને પોલીસ દ્વારા 30થી વધુ વેપારી-મજુરોની અટકાયત કરવામાં આવી છે તેમાં દલાલમંડળના પ્રમુખ અતુલ કામાણી વગેરેનો પણ સમાવેશ થાય છે. સૂત્રોએ એમ કહ્યું કે યાર્ડ સતાવાળાઓએ હડતાલ નહીં પાડવા સૂચવ્યું હતું અને તે પછી વેપારીઓ-મજુરોએ એકાએક ચકકાજામનો નિર્ણય લીધો હતો.

પોલીસ પર પથ્થરમારો થતા લાઠીચાર્જની ફરજ પડી: ડીસીપી સૈની
પથ્થરમારામાં પાંચ પોલીસમેનને ઈજા: પોલીસ વાહનોમાં તોડફોડ
બેડી યાર્ડમાં મચ્છરોના ત્રાસને લઈ આજે અહીંના વેપારી, ખેડુત મજુરો અને યાર્ડ આસપાસ રહેતા લોકોએ ચકકાજામ કર્યો હતો. હાઈવે પર ચકકાજામ બાદ પોલીસે ટ્રાફીક કલીયર કરાવતા કેટલાક વેપારી અને મજુરો યાર્ડમાં ઘૂસી જઈ ત્યાંથી પથ્થરમારો કરતા પોલીસને પણ લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી તેમ ડીસીપી રવીમોહન સૈનીએ જણાવ્યુ હતું.

હાઈવે પર ચકકાજામ બાદ પોલીસે ટ્રાફિક કલીયર કરાવતા વેપારી-મજુરો ઉશ્કેરાયા: 30 થી વધુની અટકાયત: સીસીટીવી ફુટેજના આધારે વધુની ધરપકડ કરાશે: બેડી યાર્ડમાં બંદોબસ્ત ગોઠવી દેવાયો

આ પથ્થરમારામાં પોલીસના વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી તેમજ પાંચ જેટલા પોલીસમેનની નાની મોટી ઈજાઓ પહોંચી હતી. બનાવના પગલે યાર્ડમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને 30 થી વધુની અટકાયત કરવામાં આવી છે. તેમજ સીસીટીવી ફૂટેજના આધારે પથ્થરમારામાં સામેલ વધુ કેટલાની ધરપકડ કરવામાં આવશે.

શહેરના મોરબી રોડ પર આવેલા બેડી યાર્ડમાં મચ્છરનો ત્રાસ હદ વટાવી રહ્યો હોય આ મામલે આજે સવારે બેડી યાર્ડ પાસેની સોસાયટીના લોકો, ખેડુતો, વેપારીઓ અને એજન્ટો યાર્ડ બહાર રસ્તા પર બેસી ગયા હતા અને ચકકાજામ કરી દીધો હતો. જેના પગલે અહીં હાઈવે પર વાહનોની કતાર લાગી હતી. જેથી ડીસીપી રવીમોહન સૈની તેમજ ક્રાઈમ બ્રાંચ અને સ્થાનિક પોલીસનો કાફલો તાકીદે અહીં દોડી આવ્યો હતો.

રસ્તા પર ચકકાજામ કરનારને પોલીસે પ્રથમ સમજાવટ કરી અહીંથી ઘસી જવા કહ્યુ હતું બાદમાં પોલીસે તેઓને અહીંના દૂર કરી ટ્રાફીક કલીયર કરાવ્યો હતો. આ બાબતે ડીસીપી રવીમોહન સૈનીએ જણાવ્યુ હતું કે મચ્છર બાબતે રસ્તા પર ચકકાજામ કરનાર ખેડુતો અને મજુરોને અહીંથી દૂર કરાતા તેઓએ યાર્ડની અંદર ઘૂસી ત્યાંથી પથ્થરમારો કર્યો હતો તેમજ કેટલાકે રોડ પર ટાયરો સળગાવી તેમજ સરકાર વાહનમાં તોડફોડ પણ કરી હતી.

પ્રદર્શનકારીઓએ ઉશ્કેરાઈ પથ્થરમારો કરતા તેમા પાંચ જેટલા પોલીસ જવાનોને ઈજા પહોંચી હતી બાદમાં સ્થિતિને કાબુમા લેવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. તેમજ કમિશન એજન્ટ એસો.ના પ્રમુખ અતુલ કામાણી સહિત 30 જેટલા લોકોની અટકાયત કરી હતી.

ડીસીપી રવીમોહન સૈનીએ વધુમા જણાવ્યુ હતું કે પોલીસ દ્વારા હાલ બેડી યાર્ડમા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને હાલ સ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે. યાર્ડમાં લગાવાયેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કર્યા બાદ પથ્થર મારા પ્રકરણમાં સામેલ વધુ કેટલાકની ધરપકડ કરવામાં આવશે તે ડીસીપીએ જણાવ્યુ હતું.

Loading...
Advertisement