નિર્ભયાના ચારેય દોષીઓને 3 માર્ચે-સવારે 6 વાગ્યે થશે ફાંસી, પટિયાલા કોર્ટનો ચુકાદો

17 February 2020 04:49 PM
India
  • નિર્ભયાના ચારેય દોષીઓને 3 માર્ચે-સવારે 6 વાગ્યે થશે ફાંસી, પટિયાલા કોર્ટનો ચુકાદો

નવી દિલ્હી: નિર્ભયાના દોષીઓની ફાંસીની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. હવે ચારેય દોષીઓને 3 માર્ચે સવારે 6 વાગ્યે ફાંસીની સજા કરવામાં આવશે. પટિયાલા હાઉસ કોર્ટે દ્વારા નિર્ભયાના દોષીઓનું નવુ ડેથ વોરંટ જાહેર કર્યુ છે.

અગાઉ નિર્ભયાના આરોપીઓને 22 જાન્યુઆરીએ ફાંસી નક્કી હતી, પરંતુ આરોપી મુકેશની દયા અરજીને પગલે તેને રદ્દ કરવામાં આવી હતી. જે બાદ 1 ફેબ્રુઆરીનું ડેથ વૉરન્ટ ઈસ્યૂ થયું હતું. જો કે આ ડેથ વૉરન્ટ પણ આરોપીઓને ફાંસીના ફંદા સુધી ના પહોંચાડી શક્યું.

આ ચારેય આરોપી મુકેશ કુમાર (32), અક્ષય સિંહ (૩૧), વિનય શર્મા (26) અને પવન ગુપ્તા (25) ને ફાંસી અપાશે.નિર્ભયાના દોષી પવને 14 ફેબ્રુઆરીએ કોર્ટને કહ્યું હતું કે, તેણે તેના જૂના વકીલને હટાવી દીધા છે અને નવા વકીલ માટે સમયની જરૂર છે. ત્યારપછી કોર્ટે તેના અધિવણીકારની વાત કરીને તેને નવા વકીલની નિમણૂક કરી આપી હતી. આ કેસની સુનાવણી દરમિયાન નિર્ભયાની માતાએ કોર્ટને કહ્યું હતું કે, ઘટનાને 7 વર્ષ થઈ ગયા છે. હું પણ માણસ છું, મારા અધિકારોનું શું થશે? હું તમારા આગળ હાથ જોડુ છું, કૃપા કરીને ડેથ વોરન્ટ જાહર કરો. આટલું કહ્યા પછી નિર્ભયાની માતા આશા દેવી કોર્ટમાં રડી પડ્યા હતા.

પટિયાલા હાઉસ કોર્ટે ગત મહિને 7 જાન્યુઆરીએ 22 જાન્યુઆરીના રોજ સવારે 7 વાગે તિહાર જેલમાં ચારેય દોષિતોને પાંસી આપવા માટે બ્લેક વોરન્ટ જાહેર કર્યું હતું. જોકે એક દોષીની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ હોવાના કારણે તેમને ફાંસી આપવામાં આવી નહીં. ત્યારપછી ટ્રાયલ કોર્ટે 17 જાન્યુઆરીએ દોષિતોને ફાંસી માટે 1 ફેબ્રુઆરી નક્કી કરી હતી. પરંતુ 31 જાન્યુઆરીએ કોર્ટે તેમાં અનિશ્ચિતકાળની મુદ્દત માટે સ્ટે લગાવી દીધો હતો.


Loading...
Advertisement