અમેરિકન એરફોર્સનું વિમાન ટ્રમ્પની સુરક્ષા કાર સાથે અમદાવાદ પહોંચ્યું

17 February 2020 04:04 PM
Ahmedabad Gujarat
  • અમેરિકન એરફોર્સનું વિમાન ટ્રમ્પની સુરક્ષા કાર સાથે અમદાવાદ પહોંચ્યું

સ્પાય કેમેરા સહિતનો સામાન પણ ઉતારાયો

અમદાવાદ, તા. 17
અમેરિકી પ્રેસિડેન્ટ ટ્રમ્પની અમદાવાદ મુલાકાતે લઈને અમેરિકન એરફોર્સનું હરકયુલીથી વિમાન અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યુ હતું, જેમાં ટ્રમ્પની સુરક્ષા કાર સહિત અન્ય સામાન્ય ઉતારવામાં આવ્યો હતો.

ટ્રમ્પની અમદાવાદ મુલાકાતના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે તેને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે. જે મુજબ આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર અમેરિકન એરફોર્સનું હરકયુલીસ વિમાન આવી પહોંચ્યુ હતું. જેમાં ટ્રમ્પની સુરક્ષા કાર તેમજ ટ્રમ્પની સાથે રહેનારી ગાડીઓ અને અન્ય સામાન ઉતારવામાં આવ્યો હતો.

આ ઉપરાંત વિમાનમાં અન્ય સિકયુરિટીઓ જેવી કે સ્નાઈપર અને ફાયર સેફટી સિસ્ટમ સ્પાય કેમેરા સહિતની વસ્તુઓ લાવવામાં આવી હોવાની શકયતા છે. ટ્રમ્પની સુરક્ષા કાર અમદાવાદના માર્ગો પર નજરે પડી હતી.


Loading...
Advertisement