મોરબીનાં મોડપર જીનીંગ મીલની ચોરીનાં ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ

17 February 2020 02:41 PM
Morbi
  • મોરબીનાં મોડપર જીનીંગ મીલની ચોરીનાં ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ

બેલા પાસે ટ્રકે બાઇક હડફેટે પોલીસ કર્મીને ઇજા : રાજકોટ સારવારમાં

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.17
મોરબી તાલુકાના મેાડપર ગામે એક વર્ષ પહેલા જીનીંગ મિલમાં થયેલી ચોરીના ગુનામાં અગાઉ પાંચ બાદ વધુ બેની તાલુકા પેાલીસે ધરપકડ કરી છે.
મળતી વિગતો મુજબ મોરબીના મોડપર ગામે રહેતા વાસુદેવભાઈ ભાણજીભાઈ કગથરાની માલિકીની મોડપર ગામે આવેલ દેવાંશી જીનીંગ એન્ડ કોટન પ્રાઇવેટ લિમિટેડ નામની જીનમાંથી તસ્કરો ટીસીના ડિયા કાઢીને ટીસીની કોપર અને તાંબાની પ્લેટો કિંમત રૂા.70 હજાર તેમજ સ્ટેાર રૂમના તાળાં તોડીને પાંચ હેાર્ષ પાવરની ક્રેામ્પ્ટન કંપની પાંચ ઇલેક્ટ્રિક મોટર જેની કિંમત રૂા. 20 હજાર એમ કુલ મળીને રૂા. 90 હજારના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. જે ગુનાના એલસીબીએ અગાઉ હસનેન ઉર્ફે લાલો ગુલામ ખેાલેરા મેમણ (ઉમર 30) રહે.ખાટકીવાસ ફુલગલી મેારબી અને લખમણ ગોવિંદ માલણીયાદ દેવીપુજક (ઉંમર 50) રહે.સાપર(મચ્છુ) તા.જી.મોરબીની અટકાયત કરી તાલુકા પેાલીસને સેાંપ્યા હતા અને તેની તપાસમાં તાલુકા પીએસઆઇ આર.એ.જાડેજાએ અગાઉ મુકેશ દેવા કેાળી રહે.ચકાસરી વાંઢ કીડીયાનગર રાપર જી.કચ્છ, જાનમામદ અલીમામદ સમા અને ઇકબાલ ઇબ્રાહીમ સમા રહે.બંને ચાંદરેાડી તા.ભચાઉ જી.કચ્છની અટકાયત કરેલ હતી તે ચેારીના ગુનામાં ગઇકાલે વધુ બે એટલે કે તાલુકા પોલીસે ગુલામ કરીમ ત્રાપા મુસ્લિમ(32) અને સલીમ ઉર્ફે સુલેમાન અલી ત્રાપા મુસ્લિમ(32) રહે.બંને અમરતપુર તા.ભચાઉ જી.કચ્છની અટકાયત કરી છે.
ગઈકાલે મોરબી તાલુકા પોલીસની હદની મેાડપર ગામની ચોરીમાં પકડાયેલા ગુલામ અને સલીમની હળવદની જીનીંગ મિલની ચોરીમાં પણ સંડોવણી ખુલતાં તે ગુનામાં પણ બંનેની અટકાયતો કરાયેલ છે તેમ પેાલીસ સુત્રેાએ જણાવેલ છે.
પેાલીસકર્મીને સારવારમાં રાજકોટ ખસેડાયા
અગાઉ પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા અને છેલ્લા થોડા સમયથી મોરબી તાલુકા પોલીસમાં નોકરી કરતા પેાલીસકર્મી કમલેશભાઈ ગોવિંદભાઈ મકવાણા(40) રહે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ લાઈન કામ સબબ બેલા(રંગપર) તરફ બાઈક લઈને ગયા હતા અને ત્યાંથી ગઈકાલે સાંજે સાતેક વાગ્યે પરત ફરી રહ્યા હતા ત્યારે બેલા નજીક આરએકે સિરામિક પાસે તેમના બાઇકને ટ્રક નંબર જીજે 12 બીડબલ્યુ 4372 ના ચાલકે હડફેટે લેતા ઇજા થવાથી કમલેશભાઈ મકવાણાને મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હોવાનું જાણવા મળેલ છે તાલુકા પોલીસ મથકના જયપાલસિંહ જાડેજાએ બનાવની વધુ તપાસ શરૂ કરી છે.
બાઈક સ્લીપ થતા ઇજા
મોરબીના ખાનપર ગામનો નરેશ કનુભાઇ વાઘેલા નામનો 32 વર્ષનો યુવાન બાઇક લઇને જતો હતો ત્યારે ખાનપર અને નસીતપર વચ્ચે બાઈક સ્લીપ થઈ જતા ઇજા થવાથી નરેશને સારવાર માટે લઇ જવાયો હતો જ્યારે હળવદની રહેવાસી સબનમબેન આમીનભાઈ મિંયાણા(35) નામની પરણિતાને હળવદ ખાતે મારામારીમાં ઇજા થતાં સારવારમાં મોરબી ખસેડવામાં આવી હતી.
યુવાન રાજકોટ ખસેડાયો
માળિયા-મિંયાણાના હરીપર બ્રિજ પાસે બોલેરોના પાછળના ભાગે બેસીને રસુલ નરમામદ ત્રાપા (ઉંમર 21) રહે.શિકારપુર ભચાઉ કચ્છ જઈ રહ્યો હતો ત્યારે તે બોલેરોને કોઈ ટ્રકના ચાલકે પાછળના ભાગેથી હડફેટે લીધી હતી જેથી બોલેરોના પાછળના ભાગે બેઠેલા રસુલ ત્રાપાને ઇજાઓ થતા અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે તેને રાજકોટ લઇ જવાયા હોવાનું સુત્રોએ જણાવેલ છે.જ્યારે માળીયા મીંયાણાની માસુમશા પીરની દરગાહ પાસે થયેલ મારામારીના બનાવમાં ગની યુસુફ સામાણી(16), આશીફ રફીક સામાણી(13) અને સમીરા વીરા કટીયા(14) ને ઇજાઓ થતા અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવારમાં લવાયા હતા પેાલીસે બંને બનાવેાની નેાંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement