સુરેન્દ્રનગરમાં સરાજાહેર યુવક પર હૂમલો

17 February 2020 01:11 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગરમાં સરાજાહેર યુવક પર હૂમલો

હાથ ઉછીના આપેલા પૈસાની ઉઘરાણીમાં બે શખ્સોએ ટાંટીયા ભાંગી નાંખ્યાની રાવ

(ફારૂક ચૌહાણ)
વઢવાણ તા.17
સુરેન્દ્રનગર જિલ્લામાં નાણા ધીરનાર અને વગર લાઇસન્સે વ્યાજ વટાવના ધંધામાં કરનાર વ્યાજખોરોની સંખ્યામાં વધારો થયો છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડીયા દ્વારા અગાઉ વ્યાજ ભરતા અને જમીન દબાણકર્તાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે જે જિલ્લાના લોકો વ્યાજ ભરે છે તેમની સાથે બેઠક કરીને વચગાળાની રસ્તા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ પોલીસ તંત્રને વ્યાજખોરો સામે કડક પગલાં લેવા માટે સુચના આપી હતી.
છતાં પણ સુરેન્દ્રનગર જિલ્લામાં હાથ ઉછીના અને રોજ વ્યાજ ભરનાર વર્ગ વધુ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ભરચક રોડ ગણાતા મલાર ચોક વિસ્તાર 2 અજાણ્યા શખ્સો આવીને પઠાણી ઉઘરાણી કરીને અચાનક યુવક પર હુમલો કરીને યુવકના પગના ભાગે બોથડ પદાર્થ મારી ને બંને પગ ભાંગી નાખવામાં આવ્યા હતા. આ યુવકને આજુબાજુમાં રહેલા લોકોએ તાત્કાલિક સુરેન્દ્રનગર જિલ્લાની ટીબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તાત્કાલિક સારવાર અર્થે ઇમરજન્સી વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ ઘટના સ્થળે પોલીસે ધામા નાખીને આ બંને આરોપીને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે.. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં પઠાણી ઉઘરાણી ના કેસો માં નોંધ પાત્ર વધારો થતાં જિલ્લા માં ચકચાર મચી જવા પામ્યો છે.ત્યારે જિલ્લા માં જાહેર રોડ ઉપર જ યુવક ના પગ ભાગી નાખવા માં આવતા પોલીસ એ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement