ખેલકુદ સંબંધ શરૂ!! પાકિસ્તાની કુસ્તીબાજ ટીમ ભારત આવી

17 February 2020 11:09 AM
India Sports
  • ખેલકુદ સંબંધ શરૂ!! પાકિસ્તાની કુસ્તીબાજ ટીમ ભારત આવી

એશિયન કુસ્તી ચેમ્પીયનશીપમાં ભાગ લેશે: કબડ્ડી ટીમ મંજુરીથી જ પાક. ગઈ હતી

નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકાર હા-ના વચ્ચે પાકિસ્તાની સાથેના સંબંધોમાં ફરી સંપર્ક વાતચીત વિ. મુદાઓ પર ગૂપચૂપ રીતે આગળ વધી રહી છે અને તેઓ હવે અગાઉની માફક જ ખેલકુદથી પ્રારંભ થયો છે. દિલ્હીમાં તા.18થી23 ફેબ્રુ.ના રોજ એશિયાઈ કુસ્તી ચેમ્પીયનશીપમાં પાકિસ્તાનના ખેલાડીઓને ભાગ લેવા માટે પાકિસ્તાનના કુસ્તીબાજોને મંજુરી આપવામાં આવી છે. જો કે કોરોના વાયરસની ચિંતાના કારણે ચાઈનીઝ પહેલવાનોને હજુ મંજુરી અપાઈ નથી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ભારતે ક્રિકેટમાં એશિયા કપ પાકિસ્તાનમાં યોજાઈ રહ્યો હતો તેથી ત્યાં ભારતીય ટીમને મોકલવા સામે વિરોધ કરતા આ સ્પર્ધા પાક. બહાર ખસેડવામાં આવી છે પણ હાલમાં જ ભારતની કબડ્ડી ટીમ ગૂપચૂપ પાકિસ્તાન જઈ ખાલી અને તે પરત આવી પછી વિમા કોણે મંજુર કર્યા અને ભારત સરકારની મંજુરી વગર ટીમ પાક કેમ જઈ શકે તે પણ પ્રશ્ર્ન ઉઠયો હતો. ભારત કુસ્તી મહાસંપના જણાવ્યા પછી ગૃહ વિભાગે આ માટે મંજુરી આપ્યા બાદ ખેલકુદ વિભાગે વિસા મંજુર કર્યા છે. હવે પાકના છ કુસ્તીબાજો આજે જ ભારત પહોંચશે. જેમાં ચાર પહેલવાન અને બે અધિકારી છે.


Loading...
Advertisement