સરકારની પ્લાસ્ટીક નિર્મુલન ઝુંબેશ સામે કેશોદમાં છુટથી વેચાતા પ્લાસ્ટીકના ઝબલા સામે ગૌ રક્ષા દળનો આક્રોશ

17 February 2020 09:45 AM
Junagadh
  • સરકારની પ્લાસ્ટીક નિર્મુલન ઝુંબેશ સામે કેશોદમાં છુટથી વેચાતા પ્લાસ્ટીકના ઝબલા સામે ગૌ રક્ષા દળનો આક્રોશ

કેશોદ, તા. 17
કેશોદ નગરપાલીકા દ્વારા પ્લાસ્ટીક ઝબલા વેચતા વેપારીઓ પાસેથી મોટી રકમના હપ્તા લઈ સરકારની પ્લાસ્ટીક ઝુંબેશના ધજીયા ઉડાડતા કેશોદનું ગૌરક્ષા દળ ખફા થયું છે.
કેશોદ નગરપાલીકા દ્વારા સરકારની પ્લાસ્ટીક ઝુંબેશ સામે કડક પગલા લેવા તે બદલે વેપારીઓ પાસેથી હપ્તા લઈ છુટથી ઝબલા વેચવાનુ લાયસન્સ આપી દેતા કેશોદના ગૌરક્ષા દળના ગૌ પ્રેમી ભાઈઓએ નામજોગ પ્લાસ્ટીકના હલકી ગુણવતા વાળા ઝબલા વેંચતા વેપારીઓના નામ સાથે નગરપાલીકા ઓફિસ સુપ્રિ. પર હપ્તા લેવાનો આક્ષેપ કરી નગરપાલીકા હપ્તા ખાવ આરોગ્ય વિભાગ હેડ સહિતનાની પોલ ખોલી નાખી હતી અને ગૌરક્ષ દળના કાર્યકરોએ ગાયના પેટમાંથી બહાર કાઢેલ પ્લાસ્ટીકનો ઢગલો ચીફ ઓફિસર ઓફિસમાં ઠાલવ્યો હતો અને તમે જો પ્લાસ્ટીકના વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં અચકાતા હોય તો અમને સતા આપો અમો પ્લાસ્ટીકના ઝબલા અને થેલીઓને બજારમાં વેચાતી બંધ કરાવી આપીએ તેમ જણાવી આરોગ્ય શાખાના હેડ ઓફિસ સુપ્રિ. સહિતના સામે હપ્તા લેતા હોવાથી રજૂઆત ચીફ ઓફિસરને કરી છે ત્યારે પાલીકાના જવાબદાર પ્રમુખ તેમની ઓફિસના કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચારથી કાંતો અજાણ હોય અથવા તો આ ભ્રષ્ટાચાર હાથ તેમના સુધી પહોંચેલ હોય તેવો સવાલ પણ ઉઠવા પામ્યો છે.


Loading...
Advertisement