જૂનાગઢ જિલ્લામાં અસામાજીક પ્રવૃતિમાં સંડોવાયેલ ત્રણ શખ્સોની પાસા તળે અટકાયત

17 February 2020 09:37 AM
Junagadh
  • જૂનાગઢ જિલ્લામાં અસામાજીક પ્રવૃતિમાં સંડોવાયેલ ત્રણ શખ્સોની પાસા તળે અટકાયત

ક્રાઇમ બ્રાંચ અને એ-ડીવીઝન પોલીસે પકડી જેલ હવાલે કર્યા

જૂનાગઢ તા.17
પોલીસ જુનાગઢ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જૂનાગઢ જિલ્લામાં એક કરતાં વધારે ગુનાઓમાં સંડોવાયેલ માથાભારે ત્રણ આરોપીઓ સામે પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે.
જૂનાગઢ શહેરમાં દોલતપરા ખાતે રહેતા સાંગા કારાભાઈ ગોજીયા જાતે આહીર ઉવ. 32 રહે. નેમીનાથનગર, દોલતપરા, જૂનાગઢ કે, જે ભૂતકાળમાં ખુન ની કોશિશ, ધાડ, અપહરણ, હથિયાર ધારા, ધમકી, પોલીસ ઉપર હુમલો, ફરજમાં રૂકાવટ, એટ્રીસીટી, વિગેરે જેવા કુલ 16 થી 17 ગુનાઓમાં સંડોવાયેલ હોય અને તાજેતરમાં ધાડના ગુનામાં સંડોવાયેલ હતો. ઉપરાંત આ માથાભારે આરોપીને ભૂતકાળમાં હદપાર પણ કરવામાં આવેલ હતો. તેમ છતાં, તેણે ગુન્હાઓ આચરવાનું ચાલુ જ રાખેલ હોઈ, એજરીતે જૂનાગઢ શહેરમાં કસ્તુરબા સોસાયટી, દોલતપરા ખાતે રહેતા ભરત ભૂરાભાઈ ઓડેદરા જાતે મેર ઉવ. 32 રહે. કસ્તુરબા સોસાયટી, જૂનાગઢ કે, જે ભૂતકાળમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના માતબર રકમના મુદામાલના કુલ ચાર થી પાંચ ગુનાઓમાં સંડોવાયેલ હોય, ઉપરાંત આ માથાભારે આરોપી વિરુદ્ધમાં ભૂતકાળમાં અટકાયતી પગલાં લેવામાં આવેલ હતા. તેમ છતાં, તેણે ગુન્હાઓ આચરવાનું ચાલુ જ રાખેલ હોઈ, સંજય ઉર્ફે બીડી પરબત કરમટા જાતે રબારી ઉંમર વર્ષ 30 વાળો રહે. ગાંધીગ્રામ વિસ્તાર આ ત્રણે ઇસમો ભૂતકાળમાં અસંખ્ય ગુન્હાઓમાં પકડાયેલ આરોપીઓની અસામાજિક પ્રવૃત્તિ ડામવા સારૂં જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ ની સૂચના આધારે જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝનના ઇચા. પોલીસ ઇન્સપેકટર જે.પી.ગોસાઈ સહિતના સ્ટાફે અતિ ખાનગી રાહે પાસા દરખાસ્ત તૈયાર કરી, માથાભારે ઇસમ સાંગા કારાભાઈ ગોજીયા જાતે આહીર ઉવ. 32 રહે. નેમીનાથનગર, દોલતપરા, જૂનાગઢ તથા અન્ય ભરત ભૂરાભાઈ ઓડેદરા જાતે મેર ઉવ. 32 રહે. કસ્તુરબા સોસાયટી, જૂનાગઢ સંજય ઉર્ફે બીડી પરબત કરમટા રહે ગાંધીગ્રામ વિસ્તાર જૂનાગઢ વાળાઓ વિરૂધ્ધ પાસા ધારા હેઠળ દરખાસ્ત તૈયાર કરી,જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ મારફતે જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ સૌરભ પારઘી સમક્ષ મોકલી આપતા, જિલ્લા કલેકટર દ્વારા પાસા ધારા મુજબ વોરંટ ઈસ્યુ કરવામાં આવેલ હતું. ક્રાઇમ બ્રાંચ અને એ-ડીવીઝન પોલીસે જેલ હવાલે કરેલ છે.


Loading...
Advertisement