માણાવદરમાં ચાલતી આંગણવાડીઓમાં સુવિધાઓનો અભાવ : નાની ઓરડીમાં કેન્દ્રો

17 February 2020 09:31 AM
Junagadh
  • માણાવદરમાં ચાલતી આંગણવાડીઓમાં સુવિધાઓનો અભાવ : નાની ઓરડીમાં કેન્દ્રો

મોટાભાગના આંગણવાડી સેન્ટરો ભાડાના મકાનમાં : સ્ફોટક રિપોર્ટ

માણાવદર, તા. 17
માણાવદર શહેર માં કુલ 25 આંગણવાડી કેન્દ્રોમાં થી માત્ર 7 જ આંગણવાડી કેન્દ્ર માલિકીના છે બાકીના 16 કેન્દ્રો ભાડાના મકાનમાં ચાલે છે અને 2 કેન્દ્ર સરકારી મકાનમાં ચાલે છે. તાજેતરમાં જોર જોરથી કુપોષણ અભિયાન - 2020 નો કાર્યક્રમ જોરશોરથી ચાલી રહ્યો હતો પરંતુ જ્યાં દેશનું ભવિષ્ય આવનારી પેઢીના હાથમાં હોય છે તે બાળકો નું બચપણ અલગ જગ્યા માં વિતાવાઈ રહ્યું છે. બાળકો માટે લાખો રૂપિયાની ગ્રાન્ટો આવે છે પરંતુ આજ સુધી કોઈ નક્કર કાર્યવાહી થતી નથી.
ત્યારે શહેરની વિવિધ આંગણવાડી કેન્દ્રની રિયાલિટી ચેક કરવા પહોંચ્યા ત્યારે સત્ય હકીકત બહાર આવી અને સરકાર આંગણવાડી કેન્દ્રો માટે મોટી મોટી ગુલબાંગો ફૂંકે છે પરંતુ અહીં તેના કરતાં વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે માણાવદર શહેર ના કુલ 25 આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે એમાંથી માત્ર 7 આંગણવાડી કેન્દ્રો માલિકીના છે બાકીના 16 આંગણવાડી કેન્દ્રો ભાડાના મકાનમાં ચાલે છે અને 2 કેન્દ્રો સરકારી મકાનમાં ચાલે છે . પરંતુ જ્યાં ભાડાના મકાનમાં કેન્દ્રો ચાલે છે ત્યાં પુરતી સુવિધાઓ પણ નથી અને એક જ નાની ઓરડીમાં આ કેન્દ્રો ચાલે છે.
આ નાની ઓરડીમાં ગેસ સ્ટવ, સિલિન્ડર તેમજ સ્ટોર ની વિવિધ વસ્તુઓ આવું નાની ઓરડીમાં હોય છે ત્યારે આવી બધી ચીજ-વસ્તુઓ છે આ બાળકો ના બચપણ સાથે ખિલવાડ થઈ રહી છે તેમજ એક પણ કેન્દ્રમાં ચોખ્ખા પાણીની સુવિધા પણ નથી તેમજ અમુક આંગણવાડી કેન્દ્રમાં શૌચાલયની પણ સુવિધા નથી, ત્યારે આવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા આપેલા લાખો રૂપિયાના રમકડા બાળકો ક્યાં લઈને રમે એ પણ પ્રશ્ન છે.
રૂ.1,000 ના ભાડામાં સારુ મકાન નથી મળતું. - આંગણવાડી સંચાલક
સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રના ભાડાના મકાન માટે રૂપિયા 1000 ની જોગવાઈ હોવા થી મકાન સારું ન મળતું હોવાથી આવી પરિસ્થિતિ છે.
નગરપાલિકા જગ્યા આપતી નથી. - સીડીપીઓ
માણાવદર શહેર માં 18 આંગણવાડી કેન્દ્ર બનાવવા માટે જગ્યાની જરૂર હોય છે નગરપાલિકા પાસે જગ્યા માટે
માગણી કરી છે પરંતુ તે જગ્યા ન આપતા હોવાથી આંગણવાડી કેન્દ્રો બની શકતા નથી.
વોર્ડ નં. 4 નું આંગણવાડી કેન્દ્ર બનેલું છે પરંતુ આજ સુધી કેમ શરૂ નથી થયું
વોર્ડ નં. 4માં બે વર્ષ પહેલા નગરપાલિકા દ્વારા કેન્દ્ર બનાવ્યું હતું પરંતુ થોડા સમયમાં જર્જરિત હાલતમાં માં ફેરવાઈ ગયું હતું જે તે સમયે શભમત દ્વારા આ કેન્દ્ર યોગ્ય કરવાની રજૂઆત કરી હતી અને તે સમય કોન્ટ્રાક્ટર દ્વારા આ કેન્દ્ર રીપેરીંગ કરી દીધું હતું કમ્પ્લીશન સર્ટીફીકેટ આવેલ ન હોવાથી આ કેન્દ્ર હજુ સુધી શરૂ નથી થયું.


Loading...
Advertisement