માણાવદરના નાકરા ગામે ગટર-રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર : ફરીયાદ

17 February 2020 09:29 AM
Junagadh
  • માણાવદરના નાકરા ગામે ગટર-રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર : ફરીયાદ

ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા વિકાસ કામોમાં મળતીયાઓને કોન્ટ્રાકટ આપી પ્રજાના પૈસાની લૂંટફાટ થતી હોવાની રજુઆત

માણાવદર/જુનાગઢ, તા. 17
માણાવદર ખાતે ભાજપની ગુજરાત સરકાર ના માનીતા ઓએ વિકાસને નામે જાણે ભ્રષ્ટાચાર ને જ પ્રોત્સાહન આપવાનું નક્કી કરી લીધું હોય તેમ ગુજરાત ના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં થયેલા રસ્તાઓ તથા ગટરના કામોમાં બેફામ ગેરરીતિઓ સ્પષ્ટ થઇ રહી છે. કરોડો રૂપિયા ના રસ્તા બન્યા પછી છ મહિના માં ભાંગી તૂટી ખખડધજ બની રહયા સૌરાષ્ટ્ર ના કોઇ રસ્તો એવો નથી બન્યો કે જે પાંચ વર્ષ સુધી અખંડ રહયો હોય ! સરકાર ને આંખો હોય તેવું ગ્રામ્ય વિસ્તારની જનતાને દેખાતુ નથી ખુલ્લેઆમ પ્રજાના પૈસા નું નિકંદન કાઢવા જ જાણે કે આ સરકાર સતા પર આવી હોય તેવું જાગૃત નાગરિકો ને લાગી રહ્યું છે . આથી તો બહેતર એ છે કે વિકાસના નામે ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા બનાવવા કોઈ રકમ જ જેતે ગામ શહેર ને ન ફાળવાય !
આવો જ પ્રશ્ન માણાવદર ના નાકરા ગામે બન્યો છે.નાકરા ગામમાં રોડ તથા ગટર વ્યવસ્થાના કામો થયા પછી થોડા જ મહિનાઓમાં તેની હાલત જર્જરિત થઈ ગઇ છે. આ બાબતે એક વર્ષ થી ગ્રામજનો તપાસ માગી રહ્યા છે પણ પણ જિલ્લા વિકાસ અધિકારી તરફથી કોઇ જ પ્રતિભાવ આપવામાં આવી રહ્યો નથી
ગામ ના આગેવાન દિવ્યેશ પાનસેરીયા આ બાબતે મુખ્યમંત્રી રૂપાણી ,જિલ્લા વિકાસ અધિકારી જૂનાગઢ ,તેમજ સાંસદ રમેશભાઇ ધડુક, કેબિનેટ મંત્રી તથા કલેકટર ને રજૂઆતો કરી હોવા છતાં આખું તંત્ર જાણે કે આ કામમાં ભાગીદાર હોય ? તેમ ચુપકીદી સેવી ને બેઠું છે થોડા દિવસ પહેલાં દિવ્યેશ પાનસેરીયા એ ઑનલાઇન અરજી કરી છે છતાં પણ પરિણામ આવ્યું નથી હવે ગામલોકો આંદોલન કરવા મકકમ બન્યા છે છેલ્લા એક વર્ષ થી ગામલોકો તપાસ માગી રહ્યા છે છતાં અધિકારીઓ કામ જોવા માટેય તસ્દી લય રહ્યા નથી ગ્રામ્ય વિસ્તારની જનતા માં રોષ ભભુકી રહયો છે.
રોડના કામમાં ગેરરીતિ ને કારણે રસ્તા તૂટી ગયા છે.ગટરના કામમાં હલકી પાઇપલાઇન ફીટ કરેલી છે.જેથી ગટર લાઇન બંધ થઇ ગયેલી છે.ગટરનું ખરાબ પાણી બહાર આવી રહયું હોવાથી રોગચાળો વકરે તેવી શક્યતા સેવાઇ રહી છે.સ્થળ તપાસ સમયે અરજદાર તથા ગામલોકો ને સાથે રાખવા અરજી માં જણાવ્યું છે સ્થાનિક લોકો માં વધુમા ચર્ચાય રહ્યું છે કે એક પહોચેલા રાજકારણી ના ઇશારે આખાય મામલાની તપાસ થઇ રહી નથી
નાકરા ગામના આ વિકાસને નામે થયેલા ભ્રષ્ટકામોની તપાસ જો રોકવામાં આવશે તો નાકરા ગામના લોકો ઉગ્ર આંદોલન કરવા તેમજ જરૂર પડ્યે કલેકટર કચેરી સામે ઉપવાસ ઉપર બેસવાનું મન બનાવી બેઠા છે.સ્થાનીકો એક વર્ષ થી તપાસની માંગ ને કેમ ટલ્લે ચડાવાય રહી છે ? તે વૈધક સવાલ જ આ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ચાડી ખાય છે.માણાવદર તાલુકા ના તમામ રસ્તાઓના કામોની આવી જ દશા થઇ રહી છે.સરકાર બહુમતિ ના જોરે લોકો નો અવાજ દબાવી રહી છે કે શું? જેવા પ્રશ્નો ગ્રામ્ય વિસ્તારની જનતા માંથી સતત ઊઠી રહયા છે.


Loading...
Advertisement