ગિરગઢડા પંથકમાં સીમમાં ચોરીના બનાવમાં સંડોવાયેલ ચાર શખ્સો ઝડપાયા

17 February 2020 09:25 AM
Veraval
  • ગિરગઢડા પંથકમાં સીમમાં ચોરીના બનાવમાં સંડોવાયેલ ચાર શખ્સો ઝડપાયા

ચોરીનો મુદ્દામાલ કબ્જે લઇ આરોપીની રિમાન્ડની તજવીજ

ઉના, તા. 17
ગીરગઢડાના કાણકીયા અને ઝાઝરીયા ગામે આવેલ ખેતીની વાડીના કુવામાં રાખેલ સબમસીબલ ઇલેક્ટ્રીકલ મોટરની ચોરી કરનાર શખ્સોને ગીરગઢડા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ગીરગઢડા તાલુકાના કાણકીયા તેમજ ઝાંઝરીયા ગામની સીમ વિસ્તારમાં વાડી ધરાવતા બાલુભાઇ રામભાઇ ગઢીયા, લાલજીભાઇ મનજીભાઇ ગઢીયા, મિતેશભાઇ બાબુભાઇ ગઢીયાની વાડીના કુવાની અંદર રાખેલ સબમસીબલ આડી ઇલેકટ્રીક મોટર પાંચ હોર્સ પાવરની અલગ અલગ કંપનીની ત્રણેય ખેડૂતોના કુવામાંથી ત્રણ મોટરોની ચોરી થઇ હોવાની ગીરગઢડા પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે તપાસ હાથ ધરતા ત્રણેય વાડીની સબમસીબલ ઇલેકટ્રીક મોટરો સાથે દિપક નાથા જાદવ,
રાહુલગીરી ગોસ્વામી, જેન્તી નાથા જાદવ તથા ભરત લખમણ વાઢેળ રહે. કાણકીયા વાળાને ત્રણ બસમસીબલ ઇલેકટ્રીક મોટરો સાથે કુલ મળી કિ.રૂ. 32 હજારના મુદામાલ સાથે ચારેય શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


Loading...
Advertisement