ઉનાનાં મોટાડેસર ગામના 8 યુવાનોની આર્મીમાં પસંદગી થતા ગ્રામજનો દ્વારા વાજતે-ગાજતે સ્વાગત

17 February 2020 09:23 AM
Veraval
  • ઉનાનાં મોટાડેસર ગામના 8 યુવાનોની આર્મીમાં પસંદગી થતા ગ્રામજનો દ્વારા વાજતે-ગાજતે સ્વાગત
  • ઉનાનાં મોટાડેસર ગામના 8 યુવાનોની આર્મીમાં પસંદગી થતા ગ્રામજનો દ્વારા વાજતે-ગાજતે સ્વાગત

ગ્રામજનોની છાતી ગજ ગજ ફુલી : તમામનું સન્માન કર્યુ

ઉના, તા. 17
ઊના તાલુકાના મોટાડેસર ગામે રહેતા આઠ યુવાનો ઇન્ડીયન આર્મીમાં સીલેક્ટ થતાં તમામ યુવાનના પરીવારજનો, સીલોજ ગ્રામજનો અને આગેવાનોએ ધામધુમથી ફુલ કરી સ્વાગત કરવામાં આવ્યુ હતું. આર્મીની ભરતીમાં મોટાડેસર ગામના કુલ 10 યુવાનોઓએ શારિરીક અને આરોગ્યની પરીક્ષા આપેલ હતી. ત્યાર બાદ લેખિત પરીક્ષા આપી જેમાં કુલ 8 યુવાનો સીલેક્ટ થયા હતા. જેમાં પરેશભાઇ ડાયાભાઇ રાઠોડ, મહેશભાઇ ડાયાભાઇ રાઠોડ, શૈલેષભાઇ રામભાઇ રાઠોડ, મહેશભાઇ કાનાભાઇ મકવાણા, શૈલેષભાઇ દેવભાઇ પરમાર, હેમંતભાઇ ધીરૂભાઇ બાંભણીયા, રાકેશભાઇ ભીખાભાઇ દમણીયા, તેમજ કમલેશભાઇ વીરાભાઇ દમણીયા આ તમામ યુવાનો એકજ ગામના હોય આ યુવાનો ઇન્ડીયન આર્મીમાં પસંદગી થયા હતા. અને તેવો આજ સમી સાંજના મોટાડેસર ગામે આવ્યા હતા. ત્યારે તેમના પરીવારજનો, તેમજ સામાજીક આગેવાન ભરતભાઇ શિગડ સહીતના લોકો ગામજનોએ ધામધુમથી ડીજેના તાલે ગામમાં ફરી ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યુ હતું.
જેમાં ગામના તમામ લોકો જોડાયા હતા. મોટાડેસર ગામના એક સાથે આઠ યુવાનોની આર્મીમાં પસંદગી પામતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને મોટાડેસર ગામ ગૈરવની લાગણી અનુભવે હતી. અને ભવિષ્યમાં યુવાનો હજુ વધારે પ્રોત્સાહીત થઇ સરકારી નોકરીઓમાં જોડાય તેવા ઉત્સાહથી સન્માન કરાયુ હતું. આ યુવાનો હવે દેશની સરહદ બોર્ડર પર ફરજ બજાવશે અને દેશની રક્ષાકાજે સેવા આપશે.
આ તમામ 8 યુવાનોએ લેખિત પરીક્ષા માટેની તૈયારી કરવા માટે
હરીયાણા ખાતે એક માસ સુધી તાલીમ લીધી હતી. અને લેખિત પરીક્ષા નજીક આવતા આઠેય યુવાનો પાસ થતા પસંદગી પામ્યા હતા.


Loading...
Advertisement