ઉનામાં સાત જેટલી આંગણવાડીઓની જર્જરીત હાલત નિહાળતા ઉચ્ચ અધિકારી

17 February 2020 09:19 AM
Veraval
  • ઉનામાં સાત જેટલી આંગણવાડીઓની જર્જરીત હાલત નિહાળતા ઉચ્ચ અધિકારી

ગંભીર સ્થિતિ નિહાળી તત્કાલ જગ્યા ફેરવવા કરેલો હુકમ

ઉના, તા. 17
ઊના શહેરની સાત આંગણવાડી કેન્દ્રની જર્જરીત હાલત તેમજ નાના બાળકોની નજરે સ્થિતી જોતા સરકારની સી ડી પી કચેરી હેઠળ ચાલતી આંગણવાડી કેન્દ્રમાં બાળકોનુ ભવિષ્ય કેવુ ધડાય છે. અને કુપોષિત સગર્ભા માતાઓને સરકારની યોજના હેઠળ મળતો ખોરાક પછી પણ બાળકોમાં સુપોષિતા જોવા ન મળતા આ સરકારની યોજના પછાત વિસ્તારોમાં નિષ્ફળ હોવા અંગેના અખબારોમાં સમાચાર છપાતા આખરે ઊના સીડીપી કચેરીના ઇન્ચાર્જ સીડીપી તેમજ તે વિસ્તારના આંગણવાડી સુપર વાઇઝર સાત આંગણવાડી કેન્દ્રની વિઝીટ માટે સ્થળ તપાસ કરતા બાળકો અને વર્કર હેલ્પરની સ્થિતી નિહાળતા તેમનું પણ રદયદ્રવી ઉઠ્યુ હતુ. અને તાત્કાલીક સાત આંગણવાડી કેન્દ્ર ફેરવવા તેના માટે સુવિધા ધરાવતા મોટા મકાનો શોધવા ગલ્લીઓમાં ફરતા જોવા મળ્યા હતા.
ઊના સીડીપી કચેરીના ઇન્ચાર્જ અધિકારી લાભુબેન વાળા તેમજ દર્શનાબેન પુરોહીતએ બે દિવસ પહેલા આંગણવાડી કેન્દ્રની જાત મુલાકાત લઇ બાળકોને અપાતા પોષ્ટીક ખોરાક તેમજ પ્રવૃતિ માટે અપાયેલ રમકડા શૈચાલય અને અન્ય ધટતી સુવિધા બાબતે તેજ વિસ્તારના આગેવાન સાથે ચર્ચા કરી હતી. અને તે આંગણવાડી કેન્દ્રના વર્કર સાથે રાખી કોર્ટ વિસ્તારના અંદર આવેલ સામાજીક સંસ્થાઓની માલીકીના મકાનો જાતે નિહાળતા ત્યાં વિજળી, પાણી શૈચાલય, હવા ઉજાશ વાળા મોટા મકાનો ભાડે રાખવા અને સંસ્થા સાથે વર્તમાન સરકારના પરીપત્ર મુજબ ભાડું ચુકવવા કરાર કરી નવા મકાનોમાં બાલવાડી કેન્દ્ર તાત્કાલીક ધોરણે ફેરવવા સુચન
કર્યુ હતું.


Loading...
Advertisement