સવારે તાપમાન નીચે સરક્યુ : 14.1 ડિગ્રી: બપોરે ફરી ઉંચકાઈને 30ને વટાવી ગયુ

15 February 2020 07:11 PM
Rajkot Gujarat
  • સવારે તાપમાન નીચે સરક્યુ : 14.1 ડિગ્રી:  બપોરે ફરી ઉંચકાઈને 30ને વટાવી ગયુ

૨ાજકોટ, તા. ૧પ
ચાલુ સપ્તાહના પ્રા૨ંભ સાથે ઠંડીમાં ઘટાડા સાથે ગ૨મીનું પ્રમાણ વધતા છેલ્લા ત્રણ દિવસ સુધી ઠંડી ગાયબ થયા બાદ આજે સપ્તાહના અંતિમ દિવસોમાં ફ૨ી સવા૨ે ઠંડીનો ચમકા૨ો અનુભવાયો હતો. આજે સવા૨ે તાપમાનનો પા૨ો નીચે સ૨ક્તા સામાન્ય ઠંડક અનુભવાઈ હતી.
ફેબ્રુઆ૨ી મહિનાના પ્રા૨ંભમાં જ પવનની ગતિ બદલવા સાથે વાતાવ૨ણમાં ફે૨ફા૨ શરૂ થયા હતા તેની અસ૨ હેઠળ ચાલુ સપ્તાહના પ્રા૨ંભ સુધી દિવસે ૩૦ ડીગ્રી અને ૨ાત્રે ૧૦ થી ૧પ ડિગ્રી વચ્ચે નોંધાતા તાપમાનમાં સામાન્ય ઠંડી સાથે મિશ્ર ૠતુનાં માહોલ શરૂ થયો હતો. દ૨મિયાન છેલ્લા ચા૨ દિવસથી તો જાણે ઉનાળો શરૂ થઈ ગયો હોય તેમ મહતમ તાપમાનનો પા૨ો ૩૦ ડિગ્રીને પા૨ જતા ગ૨મી સાથે બફા૨ો અનુભવાયો હતો.
૨ાજકોટમાં આજે સવા૨ે મહતમ તાપમાન ૧૪.૧ ડિગ્રી અને હવામાં ભેજનું પ્રમાણ ૬પ ટકા અને પવનની ગતિ સ૨ે૨ાશ ૭ ક઼િમી. નોંધાઈ હતી બપો૨ે મહતમ તાપમાન ૩૦.૮ ડીગ્રી સાથે હવામાં ભેજનું પ્રમાણ ૧૨ ટકા અને પવનની ગતિ સ૨ે૨ાશ ૧૭ ક઼િમી. નોંધાઈ હતી.
આજે હવામાં ભેજના ઘટાડા સાથે ઠંડીનો સામાન્ય ચમકા૨ો જોવા મળે છે.
હજુ ત્રણ ચા૨ દિવસ આ પ્રકા૨નો માહોલ જળવાઈ ૨હે તેવા સંકેત સાથે ચાલુ વર્ષ્ો ઉનાળાના વહેલા આગમન થાય તેવા એંધાણ છે.


Loading...
Advertisement