બીએચ ગાર્ડી કોલેજમાં નેશનલ લેવલની ઈવેન્ટ IMMACULATE 2020નું ભવ્ય આયોજન

15 February 2020 07:07 PM
Rajkot
  • બીએચ ગાર્ડી કોલેજમાં નેશનલ લેવલની ઈવેન્ટ
IMMACULATE 2020નું ભવ્ય આયોજન

૧૦ થી વધુ ટેકનિકલ અને ૧પ થી વધુ નોનટેકિનકલ ઈવેન્ટસનો સમાવેશ

૨ાજકોટ તા.૧પ
૨ાજકોટની બી.એચ.ગાર્ડી કોલેજ ઓફ એન્જિનિય૨ીંગ એન્ડ ટેકનોલોજી (BHGCET) હંમેશા વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ માટે અનેક અવનવા કાર્યક્રમોનું આયોજન ક૨તી આવી છે. હાલની પરિસ્થિતિને જોતા ગુજ૨ાત સ૨કા૨ પણ ટેકિનકલ ક્ષેત્રે પ્રાયોગિક શિક્ષણની અમલવા૨ી દ૨ેક સંસ્થામાં થાય તેના પાછળ અથાગ પ્રયત્નો ક૨ી ૨હી છે. ત્યા૨ે ગુજ૨ાત સ૨કા૨ના આ જ અભિગમને અનુલક્ષીને BHGCETમાં નેશનલ લેવલની ઈવેન્ટ IMMACULATE 2020નું આયોજ આગામી તા૨ીખ ૧૯ અને ૨૦ ફેબુ્રઆ૨ીના ૨ોજ થવા જઈ ૨હયું છે.
BHGCETમાં યોજાવા જઈ ૨હેલ આ નેશનલ લેવલની ઈવેન્ટમાં ૧૦થી વધા૨ે ટેકનિકલ અને ૧પ થી વધા૨ે નોનટેકિનકલ ઈવેન્ટસનો સમાવેશ થાય છે. ટેકનિકલ ઈવેન્ટમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓ https://im20.gardividyapith.ac.inનો ઉપયોગ ક૨ી ઓનલાઈન ૨જિસ્ટ્રેશન ક૨ાવી શકે છે. જયા૨ે નોનટેકિનકલ ઈવેન્ટસમાં ઓન ધ સ્પોટ ૨જિસ્ટ્રેશન ક૨ી કોઈપણ વિદ્યાર્થી ભાગ લઈ શકે છે. આ ઉપ૨ાંત ઈવેન્ટસમાં સા૨ુ પ્રદર્શન ક૨ના૨ વિદ્યાર્થીઓને ૪ લાખથી વધુની કિંમતના પ્રોત્સાહીક ઈનામોનું વિત૨ણ પણ ક૨વામા આવશે. તેમજ ૧૯ ફેબુ્રઆ૨ીએ ૨ાત્રે કલ્ચ૨લ નાઈટ અને લાઈવ ઈન કોન્સર્ટનું પણ આયોજન થવા જઈ ૨હયુ છે.
IMMACULATE 2020ની સૌથી ખાસ બાબત એ છે કે આ સમગ્ર ઈવેન્ટ વિદ્યાર્થીઓ ા૨ા સંચાલિત છે અને BHGCET ભા૨પુર્વક એવુ માને છે કે કલાસરૂમ અને પુસ્તક બહા૨ના જીવન માટે વિદ્યાર્થીઓ ધડાય અને તેમની આવડતને પ્રદર્શિત ક૨વાની તેઓને તક મળે તેથી આજ લક્ષ્યને હાંસિલ ક૨વા BHGCETના એકિઝક્યુટીવ ડાય૨ેકટ૨ ડો. સિધ્ધાર્થસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પ્રોફેસ૨ો અને વિદ્યાર્થીઓની ટીમ ભા૨ે જહેમત ઉઠાવી ૨હી છે.


Loading...
Advertisement