બિનઅનામત વર્ગના આંદોલનકારીઓએ રેલી યોજી: મોદીને ઈ-મેલથી પ્રશ્ર્ન રજુ કર્યો

15 February 2020 06:41 PM
Ahmedabad Gujarat
  • બિનઅનામત વર્ગના આંદોલનકારીઓએ રેલી યોજી: મોદીને ઈ-મેલથી પ્રશ્ર્ન રજુ કર્યો

ગાંધીનગર તા.15
ગાંધીનગરમાં ચાલતા બિન અનામત મહિલા વર્ગના ઉમેદવારો દ્વારા આજે સરદાર સ્ટેચ્યુ થી બાબાસાહેબ આંબેડકર સ્ટેચ્યુ સુધી રેલી આયોજિત કરી હતી આ રેલીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને બિન અનામત વર્ગની મહિલાઓ અને ન્યાય મેળવવા માટે હજારોની સંખ્યામાં ઈમેલ કર્યા છે. તો બીજી તરફ બિન અનામત વર્ગની મહિલાઓ એ એકી સાથે કરેલા ઈ-મેલથી પોતાનો વિરોધ વડાપ્રધાન સમક્ષ વ્યક્ત કર્યો છે
આજે બિન અનામત વર્ગની મહિલાઓ દ્વારા એક રેલી આયોજીત કરવામાં આવી હતી ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યૂ ખાતે ચાલતા આંદોલન થી બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધી રેલી આયોજીત કરવામાં આવી હતી.
આ રેલીની અંદર મહિલા ઉમેદવારો એ ગાંધીજીનો ફોટો તેમજ બંધારણ બચાવોના પોસ્ટર સાથે રેલી કાઢી હતી. આ તબક્કે રેલી સ્થળે આંદોલન સમિતિના અગ્રણી દિનેશ બાંભણિયા એ જણાવ્યું હતું કે શાંત અને શિસ્તની પદ્ધતિથી બિન અનામત મહિલાઓ દ્વારા આજે રેલી કાઢવામાં આવી છે જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને મહિલા ઉમેદવારો એ પી એમ ઓ ઇન્ડિયા ઓનલાઇન એપથી મદદ માટે સમયની માંગ કરી છે આ ઉપરાંત ગુજરાતના મહેમાન બની રહેલા ડોનાલ્ડ ટ્રમ્પ ના સ્વાગત માટે બિન અનામત બહેનોને બોલાવવામાં આવે તેવી માંગ કરવામાં હતી.


Loading...
Advertisement