અનામતનું રાજકારણ વધુ ગરમાવાના એંધાણ: નાયબ સચિવ સામે પોલીસમાં ધા

15 February 2020 06:40 PM
Ahmedabad Gujarat
  • અનામતનું રાજકારણ વધુ ગરમાવાના એંધાણ: નાયબ સચિવ સામે પોલીસમાં ધા

2018નો પરિપત્ર ઈસ્યુ કરનાર અધિકારી વિરુદ્ધ પગલા લેવાની માંગ

ગાંધીનગર તા.15
રાજયમાં લોકરક્ષક દળની ભરતીમાં અનામતના મુદે અનામત અને બીનઅનામત એમ બન્ને વર્ગો સામસામા આવી ગયા છે. ત્યારે 2018નો પરિપત્ર ઈસ્યુ કરનારા નાયબ સચિવ કક્ષાના અધિકારી વિરુદ્ધ પોલીસમાં અરજી થઈ છે અને તેના પગલે આંદોલનનું રાજકારણ વધુ ગરમાવાના એંધાણ છે.
ગાંધીનગર સેકટર-7 પોલીસ સ્ટેશનમાં આંદોલનકારીઓ વતી ચિરાગ પરીખે લેખિત અરજી આપી હતી અને સમગ્ર વિવાદના મૂળમાં રહેલો 1-8-2018નો પરિપત્ર ઈસ્યુ કરનાર નાયબ સચિવ સામે ફરિયાદ દાખલ કરવાની માંગ કરી હતી. અનામત આંદોલનકારીઓ સંગઠીત રીતે પોલીસ મથકે પહોંચ્યા હતા. મામલો શાંત પાડવા પોલીસ દ્વારા અરજીનો સ્વીકાર કરી લેવાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે 1-8-2018ના પરિપત્રમાં અનામત શ્રેણીના ઉમેદવારને વધુ ગુણ હોય તો પણ જનરલ કેટેગરીમાંથી ભરતીની જોગવાઈ ન હોવાનું ઠરાવાયુ છે. અનામત વર્ગના ઉમેદવારો આ પરિપત્ર રદ કરવાની માંગ કરી રહ્યા હતા. સરકારે પણ પરિપત્રમાં સુધારો કરવાનું જાહેર કર્યુ હતું. તેની વિરુદ્ધ બીનઅનામત વર્ગ મેદાને પડયો હોવાથી સરકારની હાલત કફોડી બની છે.


Loading...
Advertisement