અનામતનું આંદોલન અને ટ્રમ્પની મુલાકાત 25મી સુધી પોલીસની રજા પર પ્રતિબંધ

15 February 2020 06:38 PM
Ahmedabad Gujarat
  • અનામતનું આંદોલન અને ટ્રમ્પની મુલાકાત 25મી સુધી પોલીસની રજા પર પ્રતિબંધ

રાજય પોલીસવડાનો આદેશ : આકસ્મિક રજા માટે પણ નિયમો

ગાંધીનગર તા.15
રાજ્યમાં અનામત અને બિન અનામત વર્ગ વચ્ચે ચાલતું આંદોલન ધીમે ધીમે ઉગ્ર બનવા જઇ રહ્યું હોવાના સંકેતો વચ્ચે બન્ને વર્ગના આંદોલનકારીઓ પણ સરકારને ભીંસમાં લેવા આશ્ચર્યજનક આક્રમક દેખાવો કરે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે.
તો બીજી તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ની ગુજરાત મુલાકાતના પગલે આજથી 10 દિવસ સુધી તમામ પોલીસ કર્મચારીઓની રજા ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પની મુલાકાતના અનુસંધાનમાં મોટી સંખ્યામાં વીઆઇપી મહેમાનો પર ગુજરાત આવશે આ ઉપરાંત એરપોર્ટ થી ગાંધી આશ્રમ સુધી ભવ્ય રોડ શો પણ આયોજિત કરવામાં આવ્યો છે ત્યારે બન્ને મહેમાનો અને અન્ય વી.વી.આઈ.પી. ની સુરક્ષા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજય પોલીસ વડા એ આ મામલે તમામ પોલીસ અધિકારીઓ/ કર્મચારીઓ ને આદેશ કર્યો છે કે ખાસ અનિવાર્ય સંજોગો સિવાય આજથી 25 ફેબ્રુઆરી સુધી કોઈપણ પોલીસ અધિકારી /કર્મચારી ની રજા મંજુર કરવામાં આવશે નહીં તેવો આદેશ કર્યો છે.
જોકે આ દેશમાં એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે કોઇ પણ પોલીસ અધિકારી કર્મચારીને આકસ્મિક સંજોગોના કારણે રજા લેવાની થાય તો તેણે નાયબ પોલીસ અધિકારી દક્ષાના કે તેથી ઉપરના અધિકારી પાસેથી રજા મેળવવાની રહેશે પરંતુ કચેરી વડાના અભિપ્રાય સાથે રજા મંજૂર કરવાની દરખાસ્ત મોકલી આપવા માટે પણ સ્પષ્ટતા આ આદેશમાં કરવામાં આવી છે.


Loading...
Advertisement