કોંગ્રેસ પ્રવકતા જયવીરને ઈ-મેલમાં ધમકી: ઘરવાળાઓ પર દુષ્કર્મ કરશું

15 February 2020 06:33 PM
India Politics
  • કોંગ્રેસ પ્રવકતા જયવીરને ઈ-મેલમાં ધમકી: ઘરવાળાઓ પર દુષ્કર્મ કરશું

નવી દિલ્હી તા.15
કોંગ્રેસ પ્રવકતા જયવીર શેરગીલમ એક ઈ-મેલમાં કોઈએ તેના ઘરવાળાઓ પર દુષ્કર્મ કરવાની અને બધા કોંગ્રેસી કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવશે તેવી ધમકી આપતા તેમણે આ ઈ-મેલનો સ્ક્રીન શોટ શેર કર્યો છે. શેરગીલે જણાવ્યું છે કે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવશે. તેમણે પોલીસને અપીલ કરી છે કે ધમકીભર્યો આ ઈ-મેલ મોકલનારનો પોલીસ પતો લગાવે. ઉલ્લેખનીય છે કે જયવીરને મળેલા આ ઈ-મેલમાં લખ્યું છે- આપ કોંગ્રેસી સાયકો લોકો એમ કહો છો કે ભાજપે પુલવામાના શહીદોના પરિવારોને દગો દીધો છે. મેલમાં અનેક અભદ્ર ભાષાઓનો ઉપયોગ થયો છે.


Loading...
Advertisement