પ્રેમ લગ્ન કરનાર યુગલને સુરક્ષા આપો : હાઈકોર્ટ

15 February 2020 06:16 PM
Surat Crime
  • પ્રેમ લગ્ન કરનાર યુગલને સુરક્ષા આપો : હાઈકોર્ટ

યુવતીના પરિવાર તરફથી મળતી ધમકીઓ

પાલનપુરમાં અલગ-અલગ જ્ઞાતિના બે પ્રેમીઓએ લવ-મેરેજ કર્યા બાદ મહિલા અરજદારના કુટુંબ તરફથી તેણીના પતિને અલગ-અલગ કેસમાં ફસાવી દેવાની ધમકીને કારણે મહિલા અરજદારએ હાઈકોર્ટનું શરણું લેવાની ફરજ પડી છે.
ફરિયાદની વિગતો મુજબ પાલનપુરમાં રહેતી રીતુકુમારી મોહનલાલ જાન્ગીડ કાર્તિકુમાર પ્રમુખભાઈ પટેલની પત્ની છે. તેઓએ ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશીયલ ક્રિમીનલ એપ્લીકેશન દાખલ કરેલ. તેમાં જણાવ્યા મુજબ તેણીના લગ્ન કાર્તિક સાથે થયેલ. તેણીના કુટુંબીજનો આ લગ્નની વિરુધ્ધમાં હોય તેણીને પોતાનાં જીવનું જોખમ જણાતા તેમજ તેણીના કુટુંબીજનો ખોટા કેસમાં સંડોવી દે તેવો ભય છે.
બંને પક્ષકારોએ ઉંઝા મુકામે મહાદેવના મંદિરમાં લગ્ન કરેલ છે અને ત્યારબાદ ઉંઝા નગરપાલિકામાં લગ્નની નોંધણી કરાવેલ છે પરંતુ બંને પક્ષકારો અલગ-અલગ જ્ઞાતિના હોય તેણીના કુટુંબીજનોને તે લગ્નને સ્વીકારેલ નથી.
કુટુંબીજનો કોઇપણ રીતે લગ્ન તોડાવવા પ્રયત્નશીલ છે તેના માટે તેઓ તેના પતિને હેરાન કરે છે. એન આવો ક્રુર વહેવાર કરી તેઓ તેણીને પરત ઘેર લાવી અન્યત્ર પરણાવી દેવા માંગે છે. આ બાબતે પાલનપુર પીએસઆઈ તથા બનાસકાંઠા એસપીને અરજી આપેલ છે પરંતુ કોઇ પગલાં લેવામાં આવેલ નથી કે કોઇ રક્ષણ આપવામાં આવેલ નથી.
કોર્ટે બંને પક્ષકારોને સાંભળી ઠરાવેલ કે અરજદાર સુપ્રીમ કોર્ટે શક્તિવાહિની વિરુધ્ધ યુનિયન ઓફ ઇન્ડીયા કામમાં ઠરાવ્યા મુજબની દાદ મેળવવા હક્કદાર છે જેથી અરજદારની અરજી ગ્રાહ્ય રાખવામાં આવેલ છે અને પોલીસ ઓફીસર પાલનપુર વેસ્ટને આદેશ કરવામાં આવે છે કે વિશેષ સમય ગુમાવ્યા વગર, અરજદારો પ્રોટેકશન આપવું અને આ પ્રોટેકશન કેટલા સમય માટે આપવું તે એસ.પી. નક્કી કરશે તેવું ઠરાવેલ છે.


Loading...
Advertisement