માલધારી ફાટક પાસે સોમનાથ ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં પેટ્રોલનાં ટેન્કરમાં બ્લાસ્ટ: ડ્રાઈવર દાઝયો

15 February 2020 05:43 PM
Rajkot Saurashtra
  • માલધારી ફાટક પાસે સોમનાથ ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં પેટ્રોલનાં ટેન્કરમાં બ્લાસ્ટ: ડ્રાઈવર દાઝયો

રાજકોટ, તા. 15
રાજકોટનાં ગોંડલ રોડ માલધારી ફાટક પાસે સોમનાથ ઈન્ડસ્ટ્રીઝ એરયામાં પેટ્રોલના ટેન્કરમાં બ્લાસ્ટ થતા ટેન્કરના ચાલક શરીરે ગંભીર રીતે દાઝી જતા તેને સારવારમાં ખસેડાયા છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગરનાં ઘોઘા તાલુકાનાં નવાગામે રહેતા રાજેન્દ્રસિંહ કૃપાલસિંહ ગોહિલ ઉ.વ.35 નામના યુવાન સવારે પેટ્રોલ ભરેલુ ટેન્કર લઈ રાજકોટના સોમનાથ ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં માલધારી ફાટક નજીક રામેશ્ર્વર મોર્ટસ પાસે ટેન્કર અચાનક બ્લાસ્ટ થતાં રાજેન્દ્રસિંહ ગોહિલ શરીરે ગંભીર રીતે દાઝી જતા તેને સારવાર અર્થે સીવીલમાં ખસેડવામાં આવ્યો છે આ અંગે બનાવની પરિવારને જાણ કરાઈ છે.


Loading...
Advertisement