પુનિતનગર પાસે કારમાં આગ લાગી : સંપૂર્ણ બળીને ખાખ

15 February 2020 05:39 PM
Rajkot Saurashtra
  • પુનિતનગર પાસે કારમાં આગ  લાગી : સંપૂર્ણ બળીને ખાખ

શહેરના પુનિતનગર પાણીના ટાંકા પાસે આવેલા 80 ફૂટ રોડ પર સાંજના સમયે રસ્તા પર પાર્ક કરેલી જીજે 01 એચકે પ627 નંબરની વોન્ડી એસેન્ટ કારમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. જે અંગે જાગૃત નાગરિક ધવલભાઇએ ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરતા ફાયર સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ કાર પર પાણીનો મારો ચલાવી આગને બુઝાવી નાંખી હતી. આગથી સંપૂર્ણ કાર બળીને ખાખ થઇ જવા પામી હતી.


Loading...
Advertisement