રાજકોટ : દારૂનો નાશ થતાં જોયો છે, પરંતુ ગાંજા સાથે શું કર્યું પોલીસે તે જાણો.. શહેરનો પ્રથમ બનાવ

15 February 2020 05:35 PM
Rajkot Saurashtra
  • રાજકોટ : દારૂનો નાશ થતાં જોયો છે, પરંતુ ગાંજા સાથે શું કર્યું પોલીસે તે જાણો.. શહેરનો પ્રથમ બનાવ
  • રાજકોટ : દારૂનો નાશ થતાં જોયો છે, પરંતુ ગાંજા સાથે શું કર્યું પોલીસે તે જાણો.. શહેરનો પ્રથમ બનાવ
  • રાજકોટ : દારૂનો નાશ થતાં જોયો છે, પરંતુ ગાંજા સાથે શું કર્યું પોલીસે તે જાણો.. શહેરનો પ્રથમ બનાવ
  • રાજકોટ : દારૂનો નાશ થતાં જોયો છે, પરંતુ ગાંજા સાથે શું કર્યું પોલીસે તે જાણો.. શહેરનો પ્રથમ બનાવ

યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં જ જવલનશીલ પદાર્થ છાંટી સળગાવાયો: ડીસીપી સહિતના અધિકારી હાજર

પોલીસે જપ્ત કરેલો 9 કીલો ગાંજો સળગાવી દીધો: પ્રથમ બનાવ
રાજકોટ, તા. 15
શહેરમાં વર્ષ 2005 દરમ્યાન માલવીયાનગર પોલીસે ગાંજાના જથ્થાનું વેચાણ કરતા શખ્સને ઝડપી લઈ 9 કીલો ગાંજાનો જથ્થો કબ્જે કર્યો હતો. જે અંગે કોર્ટે જથ્થાનો નાશ કરવાની મજુરી પોલીસને આપતા એસઓજી શાખાની ટીમે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પાસેના મેદાનમાં ખાડો ખોદી 9 કીલો ગાંજાના જથ્થા પર પેટ્રોલ છાંટી સળગાવી નાખી પ્રથમ વખત નાશ કર્યો હતો. આ તકે કોલેજના વિદ્યાર્થીઓને પણ વ્યસન મુકિત અંગે માર્ગદર્શન અપાયુ હતુ.
પ્રાપ્ત વિગતો મુજબ વર્તમાન સમયમાં વિદ્યાર્થી વર્ગમાં દારૂનો નાશ કરવો એ એક સામાન્ય બાબત બની ચુકી છે. જયારે અમીર ઘરના વિદ્યાર્થીઓ ગાંજા, ચરસ, હુકકા સહિતના આદિ વ્યસની હોવાના કિસ્સાઓ સપાટી પર આવતા હોય છે. ત્યારે આ મામલે પોલીસ દ્વારા સર્વે કરી વિદ્યાર્થીઓ પણ વ્યસનના ભરડામાંથી મુકત થાય તે માટે તેમની હાજરીમાં આજે યુનિવસિર્ટી પોલીસ સ્ટેશન પાસેના મેદાનમાં 9 કીલો ગાંજાના જથ્થાનો નાશ કર્યો હતો. આ તકે ડીસીપી રવિ મોહન સૈની, એ.સી.પી. પ્રદીપ દીપોરા, પી.આઈ. આર.એસ.ઠાકર, એસ.ઓ.જી. શાખાના પીઆઈ આર.વાય.રાવલ સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
એસ.ઓ.જી. શાખાના પી.આઈ. આર.વાય.રાવલે જણાવ્યુ હતું કે, વ્યસન મુકત થવા માટે આવતી વ્યકિતઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાનો આંક સતત વધી રહ્યો છે. વિદ્યાર્થીઓમાં દારૂ, ચરસ, ગાંજો આદી વ્યસનોનું પ્રમાણ ઘટે અને વાલીઓ ચિતામુકત બને તે માટે વિદ્યાર્થીની હાજરીમાં પ્રથમ વખત ગાંજાનો જથ્થાનો નાશ કરાયો હતો. વર્ષ 2005 માં માલવીયાનગર પોલીસ સ્ટેશનના સ્ટાફે ગાંજાનું વેચાણ કરતા આરોપીને ઝડપી લઈ 9 કીલો ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો. જે ગુનામાં આરોપીને કોર્ટ દ્વારા એક વર્ષની સજા અને રૂા.25000 નો દંડ ફટકાર્યો હતો. પકડાયેલા ગાંજાના જથ્થાનો નાશ કરવા માટે પોલીસે કોર્ટમાં મંજુરી માંગી હતી જે કોર્ટ દ્વારા મંજુરી અપાતા આજરોજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની પાસેના ગ્રાઉન્ડમાં ખાડો ખોદી 9 કીલો ગાંજાનો જથ્થો રાખી જવલનશીલ પદાર્થનો છંટકાવ કરી નાશ કરવામાં આવ્યો હતો. વ્યસન મુકિત અભિયાન અંતર્ગત ઈન્ડીયન મેડીકલ એસોસીએશન અને પોલીસ ગ્રુપ તથા કોલેજના પ્રોફેસરો દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં નશાનું પ્રમાણ ઘટે તેની સાથોસાથ ગુનાઓનું પણ પ્રમાણ ઘટે તે માટે વ્યસન મુકિત કાર્યક્રમોનું આયોજન કરાયુ હતું.

વિદ્યાર્થીઓને પણ હાજર રખાયા:
ડ્રગ્સથી દૂર રહેવા માટે માર્ગદર્શન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં સિગારેટ, તમાકુ, ગાંજાનો નશો, દારૂ જેવા વ્યસનના ભરડામાંથી મુકત કરવા માટે આજરોજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ઈન્ડીયન મેડીકલ એશોશીએશનના સહયોગથી વ્યસન મુકિત અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોન્ફરન્સ હોલ ખાતે ‘વ્યસન કઈ રીતે વિનાશ નોતરે છે’ તે અંગે પોલીસ દ્વારા ટુંકી સમજ આપી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયુ હતું. આ ઉપરાંત ગાંજાના જથ્થાના નાશ સમયે વિદ્યાર્થીઓને ઉપસ્થિત રાખી કઈ રીતે વ્યસન આદત બની જઈ વિદ્યાર્થીના કેરીયરને યુવાનીમાં ખતમ કરી નાખે છે. ગુનેગારોની માફક વિદ્યાર્થીની નશાની આદત સંતોષાતી ન હોવાથી તેઓ લુંટ, ચોરી, હત્યા જેવા ગુનાઓને પણ અંજામ આપતા હોય છે.


Loading...
Advertisement