ઉસેન બોલ્ટ ક૨તા પણ ભા૨તનો શ્રીનિવાસ ગૌડા તેજ : ૯.પપ સેકન્ડમાં ૧૦૦ મીટ૨ દોડયો : ભેંસ-૨ેસમાં ઘટના

15 February 2020 05:16 PM
India Sports
  • ઉસેન બોલ્ટ ક૨તા પણ ભા૨તનો શ્રીનિવાસ ગૌડા તેજ : ૯.પપ સેકન્ડમાં ૧૦૦ મીટ૨ દોડયો : ભેંસ-૨ેસમાં ઘટના

સોશ્યલ મીડીયામાં છવાયો : લોકો તેને ઓલિમ્પીકમાં મોકલવાની માંગ ક૨વા લાગ્યા : સ્પોર્ટસ મંત્રીની બાંહેધ૨ી

નવી દિલ્હી, તા. ૧પ
ઓલિમ્પિકના ખેલાડીઓને પણ પાછળ ૨ાખી દે તેવા ખેલાડીઓ ક્યા૨ેક આપણા ગામડામાં જોવા મળતા હોય છે કર્ણાટકનો શ્રીનિવાસ ગૌડા કંઈક આવો જ દોડવી૨ છે જે આજકાલ સોશીયલ મીડીયામાં છવાઈ ગયો છે.

ખ૨ેખ૨ તો એક બફેલો ૨ેસ(ભૈંસા દોડ)માં ભેંસની સાથે દોડતા શ્રીનિવાસે ૧૦૦ મીટ૨ની ૨ેસ માત્ર ૯.પપ સેકન્ડમાં પુ૨ી ક૨ી હતી. જયા૨ે ૧૪૨.પ મીટ૨ દોડ માત્ર ૧૩.૬૨ સેકન્ડમાં પુ૨ી ક૨ી હતી. ૨સપ્રદ બાબત એ છે કે ૯.પપ સેકન્ડનો સમય વર્લ્ડ ૨ેકર્ડથી પણ બહેત૨ છે ૧૦૦ મીટ૨ની દૌડ સૌથી ઓછા સમયમાં પુ૨ી ક૨વાનો ૨ેકર્ડ જમાઈકાના ઉસેન બોલ્ટના નામે છે જેણે તે વર્ષ ૨૦૦૯મા ૯.પ૮ સેકન્ડમાં પુ૨ી ક૨ેલ.

કર્ણાટકના શ્રીનિવાસ ગૌડાએ ભેંસ દોડમાં ઉસેટ બોલ્ટનો પણ ૨ેકોર્ડ તોડતા લોકો તેને ઓલિમ્પિકમાં મોકલવાની માંગ ક૨ી ૨હ્યા છે. ૨૯ વર્ષીય ગૌડાને મોકો આપવા ખેલ મંત્રી કિ૨ણ રિજજુને માંગ થઈ છે કે તેને ટ્રાયલ માટે ભા૨તીય ખેલ ઓથો૨ીટી બોલાવે.


Loading...
Advertisement