પ્રેમી સાથે બાઈકમાં પરત ફરતી યુવતિ ઘાયલ થઈ’ તો વાત છુપાવવા ગેંગરેપની સ્ટોરી ઘડી !

15 February 2020 05:05 PM
India
  • પ્રેમી સાથે બાઈકમાં પરત ફરતી યુવતિ ઘાયલ થઈ’ તો વાત છુપાવવા ગેંગરેપની સ્ટોરી ઘડી !

ઉત્તરપ્રદેશના ગેંગરેપ કેસમાં નવોજ ખુલાસો

મેરઠ, તા. 15
ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાની ચૌધરી ચરણસિંહ યુનિ. એમવીએના વિદ્યાર્થીનું અપહરણ કરીને ગેંગરેપ કરવાનો કેસ બનાવટી હોવાનું બહાર આવ્યું છે.
ગેંગરેપ થયાની પોલીસ તપાસમાં યુવતી તેના બોયફ્રેન્ડ સાથે બાઈક પર ગઈ હતી. આ દરમિયાન બાઈક સ્લીપ થતા તેને ગંભીર ઈજા થતા પરિવારજનોને તેની સાથે ગેંગરેપ થયો હોવાનું જણાવ્યુ હતું.
પોલીસ નિવેદનમાં 13મી ફેબ્રુઆરીનાં રોજ મેરઠથી પરત ઘરે ફરી રહી હતી. ત્યારે રસ્તામાં તેની બાઈક બગડી જતા બોયફ્રેન્ડની સાથે ફરતી વેળા બાઈક પરથી પડી જતા ગંભીર ઈજા થઈ હતી.
પોલીસ તપાસમાં વિદ્યાર્થીના નિવેદનો અને સ્થળ તપાસ બાદ અપહરણ અને ગેંગરેપનો કેસ બનાવી હોવાનું ખુલ્યુ હતું.


Loading...
Advertisement