BreakingNews: કોરોના વાયરસના કારણે ફ્રાન્સમાં એક વ્યકિતનું મોત : એશીયા બહાર પ્રથમ ઘટના

15 February 2020 04:33 PM
India
  • BreakingNews: કોરોના વાયરસના કારણે ફ્રાન્સમાં એક વ્યકિતનું મોત : એશીયા બહાર પ્રથમ ઘટના
  • BreakingNews: કોરોના વાયરસના કારણે ફ્રાન્સમાં એક વ્યકિતનું મોત : એશીયા બહાર પ્રથમ ઘટના

80 વર્ષીય ચાઇનીઝ ટુરીસ્ટ 25 જાન્યુઆરીથી પેરીસની હોસ્પિટલમાં દાખલ થયા હતા : વિશ્ર્વભરમાં 1523 લોકો કોરોના વાયરસના કારણે મૃત્યુ પામ્યા છે : યુ.કે.નું માનવું છે કે આ વાયરસના કારણે ચાઇનામાં 4 લાખ લોકોનું જીવન જોખમમાં છે

પેરીસ, તા. 15
ચાઇનાના હુબેઇથી 16 જાન્યુઆરીના ફ્રાન્સના પેરીસે આવેલ 80 વર્ષીય વ્યકિતનું પેરીસની એક ખાનગી હોસ્પિટલમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ થયુ છે. તેઓ 25 જાન્યુઆરીથી પેરીસની હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. એશીયા બહાર કોરોના વાયરસના કારણે થતાં મોતની આ પ્રથમ ઘટના છે. ફ્રાન્સના આરોગ્ય મંત્રીએ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું છે કે ચાઇનાની નાગરીકતા ધરાવતા 80 વર્ષીય ટુરીસ્ટ પેરીસની બર્નાડ હોસ્પિટલમાં 25 જાન્યુઆરીથી દાખલ થયા હતા. જેઓનું સારવાર દરમ્યાન શનિવારે મૃત્યુ થયું છે. આ વ્યકિતની પુત્રીને પણ કોરોના વાયરસ છે અને તેઓ પણ હોસ્પિટલમાં દાખલ છે. આ બંને ઉપરાંત ફ્રાન્સમાં કુલ 11 કોરોના વાયરસના પોઝીટીવ કેસ જાણવા મળ્યા છે. વિશ્ર્વભરના મૃત્યુના આંકડા 1523એ પહોંચ્યો છે. યુ.કે.નું માનવું છે કે આ વાયરસના કારણે ચાઇનામાં 4 લાખ લોકોનું જીવન જોખમમાં છે જેના મૃત્યુ થઇ શકે છે.


Loading...
Advertisement