મિનિ રોનાલ્ડો તરીકે ઓળખાય છે બે વર્ષનો આ ટાબરિયો

15 February 2020 03:57 PM
Off-beat World
  • મિનિ રોનાલ્ડો તરીકે ઓળખાય છે બે વર્ષનો આ ટાબરિયો

બે વર્ષનો ટાબરિયો ફુટબોલની કલાબાજી કરીને સીધો વોશીંગ મશીનના ડ્રમમાં ફૂટબોલ નાખે છે. એનો વીડિયો તેની મમ્મી ડેઇઝી વેબ્સ્ટરે સોશ્યલ મીડિયા પર મૂક્યો ત્યારથી સોશ્યલ મીડિયા પર એ ચર્ચાનો વિષય બન્યો છે. કોઇને તેનામાં ડેવિડ બેકહેમ તો કોઇને રોનાલ્ડો દેખાય છે.

અન્ય એક વીડિયોમાં આ ટાબરિયું કોરિડોરના એક છેડાથી ફૂટબોલને કીક મારીને બેડરુમમાં મુકેલી નાની બાસ્કેટબોલ નેટમાં નાખે છે. ટેડના આ વીડિયોને 24 કલાકમાં જ 2000 જેટલી લાઈક્સિ મળી છે.

ટેડની મમ્મી કહે છે કે ઘરમાં તેને માટે ઘણાં રમકડાં લાવ્યા હોવા છતાં ફૂટબોલ હંમેશા તેની પહેલી પસંદગી રહ્યો છે. ચાલતાં શીખવા માટે જ બહાર જતા હોઇએ તો પણ ફૂટબોલ સાથે જ હોય, ટેડ રોજ ઘરમાં અવનવી ટેકનિક્સ ટ્રાય કરીને પોતાની રમતમાં કૌશલ ઉમેરતો હોય છે.


Loading...
Advertisement