આ વર્ષે અમરનાથ યાત્રા અષાઢની પૂર્ણિમાથી નહીં, બીજથી શરૂ થશે

15 February 2020 03:52 PM
Dharmik India
  • આ વર્ષે અમરનાથ યાત્રા અષાઢની પૂર્ણિમાથી નહીં, બીજથી શરૂ થશે

21મી જૂને સૂર્ય ગ્રહણ હોઈ અમરનાથ દર્શન બે દી’ બાદ 23 જૂનથી પ્રારંભ

શ્રીનગર, તા. 15
જયાં એક અલૌકિક અનુભૂતિનો અનુભવ થાય છે તેવી અમરનાથ યાત્રા આગામી 23 જૂન અષાઢ મહિનાની બીજથી શરૂ થશે, જેનું 3 ઓગષ્ટ રક્ષા બંધનના દિવસે સમાપન થશે.

જમ્મુ-કાશ્મીરના ઉપ રાજયપાલ અને અમરનાથજી શ્રાઈન બોર્ડના અધ્યક્ષ ગિરિશચંદ્ર મુર્મએ જમ્મુમાં આયોજિત 37 મી બોર્ડ બેઠકમાં ત્રણ તારીખની જાહેરાત કરી હતી. દર વર્ષે ચોકકસ સમય ગાળામાં-શિવજીની આ ગુફાને દર્શન માટે ખોલવામાં આવે છે. દર વર્ષે અષાઢી પુનમથી રક્ષા બંધન સુધી શ્રદ્ધાળુઓ અહીં બાબા અમરનાથના દર્શને આવી પહોંચે છે.

આ વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમા 21 જૂને છે પરંતુ તે દિવસે સૂર્ય ગ્રહણ છે જેથી અમરનાથ દર્શન બે દિવસ બાદ 23 જુનથી શરૂ થશે. જો કે, હાલ અમરનાથ શ્રાઈન બોર્ડ તરફથી તેને લઈને કોઈ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યુ નથી.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2019 માં કાશ્મીરમાં કલમ 370 હટાવવાનો નિર્ણય લેવાથી આ યાત્રા અધવચ્ચે જ મોકુફ રખાઈ હતી જેથી અનેક શ્રદ્ધાળુઓ દર્શન કર્યા વિના જ પરત ફર્યા હતાં. આ વખતે અમરનાથ યાત્રાને લઈને ખાસ વ્યવસ્થા પર ભાર મુકવામાં આવ્યો છે.


Loading...
Advertisement