હવે ગુજરાતમાં દારૂ ‘ડોગ સ્કવોડ’ પકડશે

15 February 2020 03:50 PM
Ahmedabad Crime Gujarat Rajkot
  • હવે ગુજરાતમાં દારૂ ‘ડોગ સ્કવોડ’ પકડશે

રાજકોટ સહિતના શહેરોમાં ડોગ ઉછેરતા ખાનગી માલિકો પાસેથી ‘પપ્પી’ ખરીદાયા: 40 ડોગનો સ્કવોડ બનાવાશે; વિવિધ સેન્ટરોમાં મોકલી તાલીમબદ્ધ કરાશે

અમદાવાદ, તા. 15
દારૂબંધી ધરાવતા ગુજરાતમાં તેનુ દુષણ રોકવા માટે કડક કાયદો અસ્તિત્વમાં હોવા છતા દરરોજ લાખો રૂપિયાનો દારૂ પકડાતો જ રહ્યો છે. હવે પોલીની સાથોસાથ પોલીસનો ડોગ સ્કવોડ પણ હવે દારૂ પકડવા લાગશે. અત્યાર સુધી ડોગ સ્કવોડનો ઉપયોગ બોંબ કે ડ્રગ્ઝ જેવી ચીજો પકડવા માટે જ થાય છે. પરંતુ હવે દારૂ પકડવા માટે ડોગનો ખાસ સ્કવોડ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ માટે લેબ્રેડોર, જર્મન શેફર્ડ, ડોબરમેન, બેલ્જીયન માલીનોસ જેવી જાતિના 16 બચ્ચાઓ મેળવવામાં આવ્યા છે.

પોલીસ વિભાગના સુત્રોએ કહ્યું કે દારૂ પકડવા માટે પણ ડોગ સ્કવોડ ધરાવતુ ગુજરાત દેશનું પ્રથમ રાજય બનશે. શ્ર્વાનના બચ્ચા છ મહિનાના થાય ત્યારે જ તેને તાલીમ બદ્ધ કરી શકાય છે. આ 16 બચ્ચાઓને હાલ જુનાગઢ, ગાંધીનગર, ભરૂચ, પોરબંદર, નવસારી, અમદાવાદ તથા મહેસાણામાં રાખવામાં આવ્યા છે તેમનો ઝડપી વિકાસ થાય તે માટે હવે તેઓને ‘ડોગ-ફૂડ’ (શ્ર્વાનનો ખોરાક) આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.

રાજયમા કાયદો-વ્યવસ્થા વિભાગના આઈજીપી નરસિમ્હા કોમરે કહ્યુ કે પ્રથમ સ્કવોડ તૈયાર થયા પછી કરાઈ એકેડેમી ખાતે બીજી સ્કવોડ તૈયાર કરવામાં આવશે. લેબ્રેડોર તથા બીગલ્સ જાતિના શ્ર્વાન ડ્રગ્ઝ શોધવામાં સારૂ કામ આપે છે એટલે દારૂ પકડવામાં પણ તાલીમબદ્ધ કરાશે.

ગુજરાત પોલીસના ડોગ સ્કવોડમાં 118 ડોગ છે તેમાં 40 ના ઉમેરા સાથે કુલ સંખ્યા 158 છે. રસપ્રદ વાત એ છે કે ડોગ સ્કવોડ માટેના આ બચ્ચા રાજકોટ, અમદાવાદ, મોહાલી તથા સિકંદરાબાદમાં શ્ર્વાન ઉછેરતા ખાનગી લોકો પાસેથી ખરીદવામાં આવ્યા છે.


Loading...
Advertisement